ગુજરાતમાં સિતાફળ એ સૌથી વધુ ઉગાડવામાં આવતી ફળોમાનું એક છે. વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ગુજરાતમાં સિતાફળનું કુલ ઉત્પાદન ૫૫.૦૪ ટન હતું. ભાવનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢ વિગેરે જેવા જિલ્લાઓ સિતાફળનું ઉત્પાદન કરવામાં મોખરે છે.

સિતાફળ એ ઊષ્ણ કટીબંધીય આબોહવામાં પાકતું ફળ છે તેમજ સિતાફળના વાવેતર માટે કોઈપણ પ્રકારની જમીન માફક આવે છે. સિતાફળના છોડના વિકાસ તેમજ ફળ બેસવાના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને સામાન્ય ગરમી હોવી જરૂરી છે. પરંતુ સતત પડતો વરસાદ ફળ બેસવાની પ્રક્રિયાને નુકસાન કરી શકે છે.

સિતાફળના રોપાની વાવણી કરતાં પહેલા જમીનમાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. માપના ખાડા તૈયાર કરી તેના પર એક અઠવાડિયા સુધી સૂર્યની ગરમી પાડવા દેવી. તૈયાર કરેલ ખાડામાં સારી ગુણવતા વાળું ખાતર અને માટીને બરોબર ભેળવીને નાખવું. સિતાફળનાં છોડના ઘેરાવાને તેમજ તેના વિકાસને ધ્યાનમાં રાખીને વાવણી સમયે બે છોડ વચેનું અંતર ૫ x ૫ મીટર રાખવું. સિતાફળના છોડના વિકાસ તેમજ સારું ઉત્પાદન મેળવવા માટે છોડની વધારાની ડાળીઓને  સમયાંતરે કાપણી કરવી જોઈએ.

સીતાફળની બે હાર વચ્ચે ખાલી પડેલ જગ્યાનો ઉપયોગ કરીને તેમાં ભીંડા, વટાણા, ચણા  વિગેરે વાવીને ચોમાસાની ઋતુમાં વધારાની આવક રળી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here