કંદમૂળવર્ગના શાકભાજીના પાકમાં સુરણ અગત્યનું સ્થાન ધરાવે છે. કંદમૂળ વર્ગના શાકભાજી મુખ્યત્વે ખનીજદ્રવ્યો, વિટામીન, પ્રોટીન તેમજ વધુ પ્રમાણમાં કેલરી ધરાવે છે વળી પાકના કંદની સંગ્રહ શક્તિ ખૂબ સારી હોવાથી તેમજ વધુ ઉત્પાદન આપતો હોવાથી ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત તેમજ ખેડા જિલ્લાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં વાવેતર થાય છે. સુરણની ગાંઠનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ઉપરાંત દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે.

આબોહવા (Climate)

સુરણને ગરમ અને ભેજવાળુ હવામાન વધુ માફક આવે છે. સામાન્ય રીતે વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન ગરમ અને ભેેેેજવાળુ તેમજ કંદના વિકાસ માટે ઠંડુ અને સુકુ હવામાન અનુકૂળ આવે છે. વાવણી સમયે કંદના ફુરણ માટે ઊંચુ ઉષ્ણતામાન જરૂરી છે.

જમીન અને જમીનની તૈયારી (Land)

સુરણની ગાંઠો જમીનમાં બેસતી હોવાથી જમીન સારાં નિતારવાળી, પોચી, ભરભરી અને સેન્દ્રિય તત્વોથી ભરપૂર હોવી જરૂરી છે. સુરણના પાક માટે સેન્દ્રીય તત્વથી ભરપુર, ભરભરી અને સારા નિતારવાળી ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જ્યારે ભારે કાળી કે ચીકણી જમીન કે જેની નિતારશક્તિ બરાબર હોય તેવી જમીન પસંદ કરવી જોઇએ.

રોપણીનો સમય (Planting Time)

ઉનાળામાં ગરમી શરૂ થતાં તેમાં દેહધાર્મિક ક્રિયાઓ શરૂ થાય છે, જેથી સુરણની રોપણી ઉનાળામાં ૧૫ એપ્રિલથી ૧૫ મે સુધીમાં કરવી. ત્યારબાદ દેશી હળથી બે થી ત્રણ વખત ઊંડી ખેડ કરવી ત્યારબાદ સમાર મારીને સમતલ કરવી ગોરાડુ કે બેસર જમીનમાં સપાટ ક્યારા જ્યારે કાળી જમીનમાં ગાદી ક્યારા બનાવવા. આમ વરસાદ પહેલાં સુરણ ઉગી જાય છે.

બિયારણ (Seed)

સુરણનું વાવેતર કંદ રોપી કરવામાં આવે છે. ચોથા વર્ષનાં સુરણના પાકમાંથી તૈયાર થયેલ સુરણના કંદ ઉપર આંગળી જેવી ગાંઠો હોય છે જેને અંગુલી ગાંઠો કહે છે, કંદ ઉપરથી આ ગાંઠો જુદી પાડી પ્રથમ વર્ષનાં સુરણના પાકનાં વાવેતર માટે બિયારણ તરીકે વાપરવામાં આવે છે. પ્રથમ વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠોને ચકરતું તરીકે ઓળખવામાં આવે છે. જેને બીજા વર્ષનાં પાક માટે બિયારણ તરીકે વાપરવામાં આવે છે.

બીજા વર્ષનાં પાકમાંથી ઉત્પન્ન થયેલ ગાંઠોને ચકરી તરીકે ઓળખવામાં આવે છે અને તે ત્રીજા વર્ષનાં પાકનાં બિયારણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રીજા વર્ષના અંતે તૈયાર થયેલ ગાંઠોનો ચોથા વર્ષનાં બિયારણમાં ઉપયોગ થાય છે. આ પ્રમાણે બજારમાં વેચાણ માટે લાયક મોટા કદની ગાંઠો ચોથા વર્ષનાં અંતે તૈયાર થાય છે.

ચોથા વર્ષના અંતે વાવેતર માટો ત્રીજા વર્ષના પાકની ગાંઠો પુરતા પ્રમાણમાં નીકળે તો ત્રીજા કે ચોથા વર્ષના અંતે ઉત્પન્ન થતી ગાંઠોના ટુકડા કરી રોપણી કરી શકાય છે જેમાં ઓછામાં ઓછી એક તંદુરસ્ત અને વિકસિત આંખ આવે તે રીતે ટુકડા કરવા.

લોકલ સુરણની ગાંઠો રોપતાં પહેલાં ગાંઠોને બે થી ત્રણ માસનો આરામ આપવો આવશ્યક છે. રોપણી અગાઉ ગાંઠોને ઝાડનાં છાંયા નીચે ભેજવાળા વાતાવરણમાં રાખી મૂકવાથી આંખો વહેલી ફૂટશે આમ ગાંઠોનું સ્કુરણ ઝડપી અને સારું થાય છે.

બીજની પસંદગી (Selection of seeds)

બીજની પસંદગી માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા.

(1) બિયારણ માટે તંદુરસ્ત અને કાેહવાયા વિનાની ગાંઠો પસંદ કરવી. (2) જે તે વર્ષ માટે ઉપર જણાવ્યા મુજબના વજનની ગાંઠો પસંદ કરવી. (3) બિયારણની ગાંઠો પર સારી ફુટેલી આંખો હેાય તેવી ગાંઠો પસંદ કરવી. (4) ગાંઠોને રોપણા પહેલા બે થી ત્રણ માસ આરામ આપવો જેથી ર્સ્ફરણ સારુ અને ઝડપથી થાય. જો ગાંઠો પર એકથી વધારે આંખો હોય તો એક સારી આંખ રાખી બાકીની આંખો કાઢી નાખવી જેથી તેમાંથી બીજા પીલા ફૂટે નહીં.

જાતો (Varieties)

સફેદ માવા, લાલ માવા, શ્રી પદમા, એન.ડી.એ.- ૯,ગજેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં થયેલ સંશોધનના પરીણામો મુજબ દક્ષિણ ગુજરાત ભારે વરસાદવાળા વિસ્તાર (એ.ઇ.એસ. ૩) માટે સુરણની ગજેન્દ્ર જાત વાવતાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે સુરણની ૨૫૦ ગ્રામ વજનની ગાંઠનુ ૬૦ સે.મી. x ૬૦ સે.મી.ના અંતરે વાવેતર કરવાથી મહત્તમ આર્થિક ફાયદો મેળવી શકાય છે. આ રીતે સુરણની ખેતીમાં બિયારણના ખર્ચમાં ઘટાડો થઇ શકે છે.

વાવેતરનો સમય (Sowing time)

સુરણની રોપણી ઉનાળામાં કરવામાં આવે છે. જ્યારે શિયાળામાં સુરણની ગાંઠો સુષ્પ્તાવસ્થામાં રહે છે. સામાન્ય રીતે સુરણની રોપણી 15 એપ્રિલથી 15 મે સુધીમાં કરી દેવી. જેથી વરસાદ પહેલા ગાંઠો ઊગી નીકળે અને ગાંઠો સડી જવાનો ભય રહે. સુરણની ગાંઠની આંખ ઉપરની બાજુએ રહે તે મુજબ ખાડામાં મૂકી ઉપર 5 થી 7 જેટલી માટી વાળી દેવી.સુરણનું વાવોતર ઉનાળામાં કરવામાં આવતું હોવાથી તેમાંથી ઊગી નીકળતા અંકુરોને સૂર્યની ગરમી કે સીધા કિરણોથી નુકશાન થવાનો સંભાવ રહે છે. આથી સુરણની રોપણી કર્યા બાદ તેની બે હાર વચ્ચે એક હેકટરે લગભગ 40 થી 60 કિલો શણ કે ગુવાર પુંખવામાં આવે છે આમ કરવાથી ઊગતા અંકુરોને સૂર્યની ગરમીથી રક્ષણ મળશે ઉપરાંત ભેજવાળુ વાતાવરણ જળવાય રહે. દોઢેક માસ બાદ બધુ સુરણ ઊગી નીકળે ત્યારે શણ કે ગુવારને જમીનમાં સેન્દ્રિય તત્વો પણ ઉમેરાશે.

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય, જમીનનો નિતાર સામાન્ય હોય અને વાવેતર કરેલ ખેતરમાં પાણીનો ભરાવો થવાની શકયતા હોય તેવા વખતે વાવણી પહેલાં ૨૦ થી ૨૫ સે.મી. ઊંચા ગાદી કયારા બનાવી ઉપર ગાંઠો વાવવી તથા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઇએ. જયાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને જમીનનો નિતાર સારો હોય ત્યાં સપાટ કયારા બનાવી વાવેતર કરી શકાય.

પિયત (Irrigation)

સુરણની રોપણી પછી તરત પિયત આપવું. બીજુ પિયત 3 થી 4 દિવસે આપવું. ત્યારબાદ 6 થી 10 દિવસના અંતરે પિયત આપવું. ચોમાસામાં જરૃર પ્રમાણે આપવું. પાકની પાછલી અવસ્થાએ પિયત હળવું તથા લાંબે ગાળે આપવું સાતથી આઠ મહિનાબાદ પાન પીળા પડી ચીમળાઇ જાય ત્યારે પિયત બંધ કરવું. આમ આખા જીવનકાળ દરમિયાન 18 થી 20 પિયતની જરૂર પડે છે.

સુરણના પાકમાં ખાસ કોઇ રોગ આવતો નથી.

ઉત્પાદન

સારી માજવત અને પરિસ્થિતિમાં પ્રથમ વર્ષે 12 થી 14 ટન/હેકટર, બીજા વર્ષેના પાકનું 20 થી 25 ટન, ત્રીજા વર્ષે 28 થી 35 ટન અને ચોથા વર્ષના પાકનું ઉત્પાદન 40 થી 45 ટન પ્રતિ હેકટરે મળે છે.

રોજના અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

આ પોસ્ટ ની કોપી કરતાં પહેલા લેખિતમાં અમારી મંજૂરી લેવી ફરજિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here