ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે પરંપરાગત બીજ મસાલા પાકોમાં જીરુ વરિયાળી, ધાણા અને મેથીની ખેતી થાય છે. આ ઉપરાંત સુવા અને અજમાનું વાવેતર પણ છુટુ છવાયું કરવામાં આવે છે. પરંતુ બીન પરંપરાગત બીજ મસાલા પાકોમાં કાળાજીરા (કલોંજી), શાહજીરુ, એનીસીડ અને સેલરીનો સમાવેશ થાય છે. દુનિયામાં કાળીજીરીનું વાવેતર મુખ્યત્વે ઈજીપ્ત, ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, તૂર્કિ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં થાય છે. જ્યારે ભારતમાં તેની ખેતી મધ્યપ્રદેશ બિહાર અને આસામમાં થાય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, તામીલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ થોડા વિસ્તારમાં તેનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતમાં જ્યાં જમીન રેતાળગોરાળુ, ગોરાળુ કે કાંપવાળી ગોરાળુ છે તેવા ઉત્તરગુજારત મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સુરેન્દ્રનગર, જામનગર વગેરે જિલ્લાઓમાં વાવેતર કરી શક્યા. પરંતુ ક્લોજી નવો પાક હોવાથી ખેડૂતોએ ભેગા મળી વધુ વિસ્તારમાં વાવેતર કરવું જોઈએ જેથી બીજારમાં વેચાણ વ્યવસ્થા માટે મુશ્કેલી ન પડે. આ ઉપરાંત ક્લોંજીની નિકાસ કરતી સંસ્થા, પેઢી કે વેપારીઓને કોન્ટ્રાક્ટર ફાર્મિગ દ્વારા તેનું વાવાતેર કરાવવું જોઈએ.

આબોહવા
ભારતમાં કાળાજીરાનું વાવેતર શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. પાકના જીવનકાળ દરમિયાન ઠંડા વાતાવરણની જરૂરિયાત રહે છે પરંતુ પાકની શરૂઆતની અવસ્થાએ ભારે વરસાદ કે માવઠુ થાય કે કરા પડે તો છોડ સૂકાય જાય છે.
જમીન અને જમીનની તૈયારી

આ પાક રેતાળ ગોરાડુથી ગોરાડુ જમીનને જે સંદ્રીયતત્વ ધરાવતી હોય અને નિતાર શક્તી સારી હોય તેવી જમીનમાં સહેલાયથી ઉગાડી શકાય છે હળની એકદા- બે ખેડ કરી સમાર કરી જમીન સમતર બનાવવી જોઈએ તેમજ જમીન તૈયાર કરતી વખતે 15 ટન સારુ કહોવાયેલું છાણીયુ ખાતર જમીનમાં ભેળવવું જોઈએ.

વાવેતર સમય

કાળાજીરાનું વાવેતર ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધીમાં કરવું જોઈએ. પરંતુ કાળાજીરામાંથી તેલ કાઢવાનો હેતુ હોય તો તેનું વાવેતર સપ્ટેમ્બર મહિનામાં કરવું જોઈએ, પરંતુ તેલ કાઢવાની પ્રક્રીયા નીચા ઉષ્ણતામાને કરવી જોઈએ.

વાવેતર અંતર

બે હાર વચ્ચે 20થી 30 સેમીનું અતર રાખી 1 સેમીની ઉંડીએ વાવેતર કરવું. 10થી 12 દિવસ પછી બીજનો ઉગાવો થતો હોય છે. વાવેતરબાદ 2થી 3 અઠવાડિયા પછી બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રખી છોડની ફારવણી કરવી જોઈએ.

બિયારણનો દર

એક હેક્ટર ના વાવેતર માટે અંદાજે 7થી 8 કિગ્રા બિયારણની જરૂરિયાત રહે છે.

રાસાયણિક ખાતર

હેક્ટર દીઠ 50 કિગ્રા નાઈટ્રોજન 25 કિગ્રા ફોસ્ફરસ અને 20 કિગ્રા પોટાશ આપવાની જરૂરિયાત છે. જેમાંતી અડધો નાઈટ્રોજન અને બધો જ ફોસ્ફરસ અને પોટાશ પાયાના ખાતર તરીકે વાવતી વખતે આવો જ્યારે બાકી રહેલા અડધો (25 કિગ્રા) વાવેતર બાદ દોઢ માસે 45 દિવસ આપવો જોઇએ.

પિયત

આ બીજ કઠણ હોવાથી શરૂઆતની અવસ્થાએ 3થી 4 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. ત્યારબાદ 7થી8 દિવસના અંતરે જરૂર પિયત આપવું.

નિંદામણ

2થી 3 હાથ નિંદામણ કરવાની જરૂરિયાત રહે છે.

રોગ જીવાત

આ પાકમાં ખાસ કોઈ પ્રકારની જીવાત લાગતી નથી. પરંતુ મૂળના સુકારા નામનો રોગ આવે છે જેના નિયંત્રણ માટે દર વર્ષે એક જ જમીનમાં એકનો એક પાક ન લેતા પાકની ફેરબદલી કરવ જોઈએ તેમજ બીજને વાવતા પહેલા બાવીસ્ટન નો પટ આપી વાવેતર કરવુ. જો ઊભા પાકમાં આ રોગ જોવા મળેતો તુરંત જ બાવીસ્ટીન (01 ટકા)ના દ્વાવણનું ડેન્ચીંગ 15થી 21 દિવસના અંતરે કરવુ જોઈએ.

કાપણી અને ઉત્પાદન

આ પાકને પરિપક્વ થતા 110 થી 120 દિવસ જેટલો સમય લાગે છે. જ્યારે પાક લીલામાંથી પીળો પડે અને છોડ સૂકાવાની શરૂઆત થાય ત્યારે કાપણી માટે તૈયાર થયો ગણાય. તેની કેપ્સુલને હાથથી આંગણી વડે દબાવતા કાળા રંગના બીજ છુટા પડી બહાર નીકળે અને જેવી સુગંધ આવે ત્યારે કાપણ કરવી જોઈએ. છોડને કાપી, કાળામાં સૂકવી સૂકવી, થ્રેસર વડે દાણા છુટા પાડી સાફસુફ કરી બેગમાં ભરી સૂકી અને ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ અંદાજે 800થી 1000 કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદન મળે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here