SONY DSC

આ પોસ્ટ વાંચ્યા બાદ વધુને વધુ શેર કરજો જેથી  ખેડૂતોને ઉપયોગી બને. (After reading this post Share more so that farmers can be useful)

કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગકર્યા વગર સંપુર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વિકસાવેલ ડી-કંપોઝ્ડ(ગાયના છાણમાંથી મેળવેલ બેકટેરીયા) નો ઉપયોગ કરી ઓછા ખર્ચથી મેળવો મબલખ ઉત્પાદન. ખેડુત મિત્રો માટે ખુશ ખબર ખુશ ખબર નહિવત્ ખર્ચથી સંપુર્ણ ઓર્ગેનિક ખેતી કરી મેળવો મબલખ ઉત્પાદન. આ દ્રાવણ એક વખત બનાવ્યા બાદ કાયમી (આ જીવન) ઉપયોગ કરી શકો છો.

ખેડુત મિત્રો આ ડી-કમ્પોઝડ નું દ્રાવણ બનાવવા માટે ની સરળ રીત નીચે મુજબ છે.

સૌ પ્રથમ એક 180 લીટર ના ડ્રમ લોતેમાં 1થી 2 કિલોગ્રામ ગોળ લઈ આ ડ્રમ ના પાણી મા ઓગાળો ત્યારબાદ ગાજિયાબાદ યુનિવર્સિટી ના પ્રોફેસર શ્રી ડો.કિશનચંદ્ર દ્રારા સંશોધિત ગાયના છાણમાંથી વિકસાવેલ બેકટેરીયા ની એક ચમચી જેટલી માત્રા આ દ્રાવણમાં ઉમેરો 10 થી 12 દિવસ સુધી આ દ્રાવણને સમયઆંતરે સવાર સાંજ લાકડી વડે આ દ્રાવણને હલાવી મિશ્રણ કરતા રહો ત્યારબાદ તમે આ દ્રાવણનો સ્પ્રે અથવા પિયત દ્રારા ઉપયોગ કરી શકો છો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here