કોલેસ્ટરોલ એ શરીરને ઉપયોગી રસાયણ છે જે શરીરના કોષોની દીવાલ અને સ્ટીરોઇડ અંત:સ્રાવ બનાવવા માટે થોડા પ્રમાણમાં શરીરમાં હોવું જરૂરી છે. જયારે કોલેસ્ટરોલનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે માણસને હ્રદયરોગ થાય છે.

આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્‍ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. હા, આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્‍ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્‍ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્‍પતા, મસા- પાઈલ્‍સ, બરોળ, સ્‍પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ તથા નાડીઓમાં અવરોધમાં હિતકારી છે. આયુર્વેદના ગ્રંથોમાં તો દહીંનાઉપર્યુંકત ઘણા ગુણકર્મો દર્શાવાયા છે. પ્રાચીન ચિકિત્‍સકો અને મહર્ષિ‍ઓ આ વાત જાણતા હતા એટલે દહીંને પવિત્ર ગણી તેને પાંચ અમૃતો એટલે કે ‘પંચામૃત’માં સ્‍થાન આપ્‍યું છે.

તંદુરસ્ત નવજાત બાળકમાં દર ૧૦૦ મિલિલિટર  લોહીમાં ૬૦ મિલિગ્રામ કોલેસ્ટરોલ હોય છે અને એક વર્ષની ઉંમરે ૧૫૦ મિલિગ્રામ ની આસપાસ. આ પછી આ જ પ્રમાણ છેક ૨૦ વર્ષની ઉંમર સુધી જળવાઇ રહે છે અને ત્યારબાદ ધીમેધીમે વધવા લાગે છે.

લોહીમાં કોલેસ્ટરોલની વધઘટનાં કારણો

(૧) ખોરાક: સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટરોલવાળો ખોરાક લોહીમાં કોલેસ્ટરોલ વધારવામાં અગત્યનો ફાળો આપે છે.

(૨) વારસો: જો મા-બાપને કોલેસ્ટરોલ વધારે હોય તો તેમનાં બાળકોને પણ કોલેસ્ટરોલ વધારે રહે છે. જનીનિક પરિબળોને આધારે શરીરમાં કોલેસ્ટરોલનું ઉત્પાદન થાય છે.

(૩) વજન: વધુ વજન ધરાવનારાઓમાં કોલેસ્ટરોલ વધારે હોવાની શકયતા રહે છે. અલબત્ત, પાતળા માણસમાં પણ કોલેસ્ટરોલ વધુ હોઇ શકે.

(૪) કસરત: કસરત કરવાથી ફાયદાકારક કાલેસ્ટેરોલ વધે છે અને નુકસાનકારક કોલેસ્ટરોલ ઘટે છે.

(૫) ઉંમર: પુખ્ત ઉંમર બાદ, ઉંમરની સાથે કોલેસ્ટરોલ વધે છે.

(૬) જાતિ (સ્ત્રી / પુરુષ): રજોનિવૃત્તિ પહેલાં, સ્ત્રીઓમાં કુલ કોલેસ્ટરોલનું પ્રમાણ પુરુષોની સરખામણીએ ઓછું હોય છે પણ રજોનિવૃત્તિ પછી તે ઝડપભેર વધે છે.

પૂર્વે આપણે ત્‍યાં અતિથિઓ અને મહેમાનનું સ્‍વાગત દહીં કે છાશ – લસ્‍સી પીવા આપીને કરવામાં આવતું. આ કારણથી પાચનતંત્ર સબળ અને સક્રિય રહેતું. આજે આ દહીંનું સ્‍થાન ‘ચા’ એ લીધું છે. અત્‍યારે આપણે ત્‍યાં અમ્‍લપિત્ત – એસિડિટી, અલ્‍સર, ગેસ, મંદાગ્નિ અને અરુચિનું પ્રમાણ પહેલાં કરતાં વધ્‍યું છે. પહેલાં આપણે ત્‍યાં દહીંનો વ્‍યાપક પ્રમાણમાં ઉપયોગ થતો. છાશની પરબો ચાલતી, પરંતુ અંગ્રેજોના શાસનકાળથી પશ્ચિમી રીતરિવાજોનાં આંધળાં અનુકરણ સાથે દહીં, છાશ પીવાનો આપણો મૂળ સ્‍વાસ્‍યપ્રદ રિવાજ મૃતપ્રાય થઈ ગયો અને પરિણામે છેલ્‍લાં સો વર્ષથી આપણે ત્‍યાં પાચનતંત્રના રોગો અને હ્રદય રોગોનું પ્રમાણ વધ્‍યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here