રાજકોટના મિહિરની માતા કરે છે પારકા ઘરના કામપુત્રએ મેળવ્યા 99.45 PR

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.

પુત્રની આ સફળતાથી ખૂબ ખુશખુશાલ બનેલા પ્રિન્સના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અબુંજા સિમેન્ટ ફેક્ટરી નજીક નાનકડી ખેતી ધરાવે છે. સાથે જ પાન અને ચાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્ર પ્રિન્સને ભણવાનો શોખ હોવાથી પોતે કરકસર કરીને ધોરણ-9થી જ તેને રાજકોટ મોકલ્યો હતો. અને કોઈપણ રીતે તેની જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસ કર્યા હતા.

prince bharatbhai

માતા-પિતાની આર્થિક પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ પ્રિન્સ પણ ભણવા માટે બાકી બધું ભૂલીને મહેનતમાં લાગી ગયો હતો. પ્રિન્સને તેની આ મહેનતનું ફળ મળ્યું છે. અને તેણે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જો કે તે આટલેથી જ અટકવા માંગતો નથી. ધોરણ 12 માં સાયન્સ રાખીને ડોક્ટર અથવા એન્જીનીયર બનવાનું પોતાનું સ્વપ્ન હોવાનું તેણે જણાવ્યું હતું.

આજરોજ ધોરણ 10ના પરિણામો જાહેર થયા છે. જેમાં એક અત્યંત સાધારણ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ ઝળહળતી સફળતા હાંસિલ કરી છે. પિતાના અવસાન બાદ પારકા ઘરના કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી માતાના પુત્ર પારેખ મિહિરે ધોરણ 10 માં 99.45 PR મેળવી માતાના સ્વપ્નાઓ સાકાર કરી બતાવ્યા છે. મિહિરે મેળવેલી આ સફળતાથી તેની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here