દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગર પાકની સાથે સાથે શાકભાજીની ખેતી પણ વધુ કરવામાં આવે છે. ત્યારે હાલના સમયે સજીવ ખેતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો ઉત્પાદન ગુણવત્તાવાળુ મેળવી શકાય છે. જેથી તેનો સારો ભાવ મળી શકે.

જમીન

તૂરિયાની ખેતી માટે ગોરાડુ ફળદ્રુપ અને મધ્યમકાળી, સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. છોડની સારી વૃદ્ધ થઈ શકે છે.

વાવેતરનો સમય

જો ખેડૂતે તુરિયાની ઉનાળુ ખેતી કરવી હોય તો ફેબ્રુ.થી માર્ચ, – ચોમાસામાં જૂનથી જુલાઈમાં તેનું વાવેતર કરવું જોઇએ.

વાવણીનું અંતર તથા રીત

બે હાર વચ્ચે 5 ફૂટ અને બે છડો વચ્ચે 3 ફૂટ રાખવી જોઇએ.

બીજનો દર

તુરિયામાં બીજનો પ્રતિ દર પ્રતિ એકરે 1થી 1.5 કિલો રહેવો જોઇએ. તેમજ પોષણ પ્રતિ એકરમાં પાયામાં 10થી 15 ટન કમ્પોસ્ટ છાણીયું ખાતર નાખવું.

પિયત

ઉનાળામાં 10થી 12 દિવસે, ચોમાસામાં વરસાની ખેંચ જણાય તો 15 વસનાઅંતરે બે પુરક પિયત આપવી ટપક સિંચાઈ પદ્ધતિ લાભદાયક છે.

આંતરખેડ તથા નિંદણ

આંતરખેડ અને નિંદણ જરૂરિયાત મુજબ કરવી જોઇએ. તુરિયાનું ઉત્પાદન પ્રતિ એકરે 3000થી 4000 કિલો આવે છે. આવક પણ સારી મળી રહે છે.

તૂરિયાના પાક માટે શું કાળજી રાખવી
  • તુરિયાના સારા ફળને ધીમે છાયામાં મુકવા અને ચોખ્ખા કરવા,
  • આ ફળ લાંબા સમય સુધી સાચવી રખાતા હોય વીણી પછી તરત બજારમાં વેચાણ માટે મોકલવું.
  • દર બેથી ચાર દિવસે ફળ ઉતારવા જોઇએ.
પાક સંરક્ષણ

તૂરિયાના પાકમાં જીવાતમાં પાનકોરીયુ, મોલામશી, પાન ખાનારી ઈયળ, ફળ માખી, રોગી અને તેમા રાખવા જેવી કાળજીમાં રોગિષ્ટ ફળો તોડીને તેનો નાશ કરવો, એકરે 5થી 6 ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરો, વિવિધ પ્રકારના વાનસ્પતિક જંતુનાશકો તથા પાકો પોષણ દ્રાવણનો ઉપયોગ કરવો.

રોગ : ભૂરી છરો, ગરમ અને વરસાદ વિના વિસ્તારમાં ઘણીવાર રોગ વધે છે. તળ છરો શરૂના દ્રાવણનો છંટકાવ કરવો જોઇએ.

આંતરપાક તરીકે લાલ મૂળા, સૂવા વગેરે લઈ વધુ આવક પણ મેળવી શકાય

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here