દેશી અથાણાના લોદરીયા ગાજરની ખેતી કરવાનું કારણ ઓછો ખર્ચ અને વીઘે ૩૫૦થી ૪૦૦ મણનું ઉત્પાદન અને કાયમી ઘર વપરાશ ભોજન પાળીમાં કાચુ-સંભારો નાસ્તાગૃહ-રેકડીઓમાં લોકોની પહેલી પસંદ અને વિટામીન્સથી ભરપૂર જ્યાં સુધી ગાજર બજારમાં મળે એટલે ગૃહીણી ખરીદે એટલે કાયમી ભાવ પણ સારા મળે જે ચીલાચાલુ પાકમાં નથી તેથી ગાજરની ખેતી ઉત્તમ અને પસંદ કરેલ છે.

ઓછા વીઘા જમીન માં ચવડા મારી ઉંડી ખેડ કરી ત્યારબાદ રોટાવેટર અને માઢ મારી ક્યારાબાંધી કપાસમાં હાથથી બીજની છાંટણી કરવી.

આ માટે વીઘે ૪ કિલો બીજ અને પાયાનું ખાતર વીઘે ૨ ટ્રેસી, ઉનાળે છાણીયુ ખાતર જરૂર પડે છે. પાકની મુદત ૩।। માસ ની હોય છે.

વાવેતર કર્યા બાદ કોરવાણ પિયત બીજુ છ દિવસે પછીનું ૧૫ દિવસે એટલે ઉગાવો બરાબર થઈ જાય ત્યારબાદ તુરત જ પારવણી પ્રત્યેક છોડએ ૪ ઈંચનું અંતર રહે તેમ પારવણી કરવાની જેથી ગાજર બરાબર બેસે.

પારવણી બાદ પછીના રેગ્યુલર પિયત ૧૨ થી ૧૫ દિવસે આપવાના હોય છે.

પારવણી કર્યા બાદ યુરિયા વીઘે ૧૦ કિલો એક વખત પછી કોઈ ખાતર નાખવાની જરૂર નહી કારણ છાણીયુ ખાતર નાખેલ છે એના માટે.

ગાજરને કાઢવા માટે જેટલા કાઢવાના હોય તે મુજબ ૧૫ દિવસ પિયત છોડી દેવાનું અને લોખંડની નાની કોસથી કાઢવાના. ગાજરની લંબાઈ ઓછા ખર્ચે થતી લોદરીયા ગાજર ની ખેતી કરી કેવી રીતે કરવી આશરે ૧૫ ઈંચ જેટલી હોય છે. એક વીઘામાં ૪૦૦ મણ ગાજર નું ઉત્પાદન મળી રહે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here