banana tree farming

ફળપાકોમાં કેળા મોખરાનું સ્થાન ધરાવે છે એકમદીઠ વધુમાં વધુ ખાધ પેદાશ આપતા અને બીજા ફળોની સરખામણીમાં વધારે કાર્બોહાઈડ્રેટસ શર્કરા, ર્કલરી તેમજ ઉત્પાદન અને આવક આપવા માટે કેળાનો પાક ખાસ જાણીતો છે. ભારતમાં કેરી પછી ફળપાકોમાં કેળા બીજાંુ સ્થાન ધરાવે છે. પાકા કેળા ખાવાના ઉપયોગમાં આવે છે. જયારે કાચા કેળાનું શાક થાય છે. કેરાળામાં બેબીફુડ તરીકે ખવાય છે. ફળમાંથી વેફર નિદોર્ષપીણાં, લોટ પાવડર તથા જામ બનાવાય છે. કેળાના પાનમાંથી પતરાળા બને છે. થડ(ગાંઠ) ઢોર માટે સારો ખોરાક છે. કેળાની છાલની રાખ રંગ બનાવવાના કામમાં આવે છે. કેળ ના પાંદડાના દાંડાને સુકવીને તેમાંથી ક્ષાર ઉત્પન્ન થાય છે. કોંકણ પ્રદેશમાં ધોબી લોકો સાબુને બદલે આ ક્ષારનો ઉપયોગ કરે છે.

જમીન અને હવામાન

કેળ માટે સારા નિતારવાળી, ફળદ્રુ૫, ગોરાડુ અને મઘ્યમ કાળી જમીન ખાસ અનુકૂળ આવે છે. કાળી ચીકણી તથા રેતાળ જમીનમાં કેળનો પાક સારો થતો નથી.

કેળના પાકને સામાન્ય રીતે ગરમ અને ભેજવાળુ હવામાન વધારે માફક આવે છે. રોપણીથી માંડીને પાકવાના સમય દરમ્યાન સરેરાશ ઉષ્ણતામાન ૩૦ ંસે. કરતા વધારે રહેતુ હોય તો તે પાક માટે અતિ ઉત્તમ છે જો ઉષ્ણતામાન ર૦ં સે.થી. નીચે જાય તો મૂળ તથા છોડની દેહધાર્મિક ક્રિયાઓ મંદ પડી જાય છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં શિયાળામાં કેળનો પાક પીળો દેખાય છે. સાથોસાથ હવામાંનો ભેજ ૬૦ ટકા કરતાં વધારે હોય તો પાકને ફાયદો થાય છે. ગુજરાતમાં શિયાળો તેમજ ઉનાળો ઓછા ભેજવાળો રહે છે. જેથી પાકની રોપણી ચોમાસાની શરૂઆતમાં થાય તો વિશેષ ફાયદો મળી રહે છે. કેળના પાકને વધુ પડતો પવન નુકશાનકર્તા છે. જેથી પાકની ફરતે શેવરીની વાડ કરવી જે પવન ગરમી તથા ઠંડીથી પાકનું રક્ષણ કરશે.વધારે ઠંડીથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે. આ માટે પાકને ઠંડીથી બચાવવા માટે વાડી ફરતે પવન અવરોધક શેવરીની વાડ કરવી જોઈએ. વધુ ઠંડી હોય ત્યારે પિયત આપવુ. વાડીમાં ધુમાડો કરવો તેમજ આચ્છાદન કરવું જોઈએ.

banana crop

રો૫ણી પૂર્વેની તૈયારી ની માહિતી

મે માસમાં જમીન ખેડી, દાંતી મારી, રાં૫ ચલાવી, સમાર મારી જમીન સમતલ કરવી. ત્યારબાદ રો૫ણીના અંતરે એટલે ૧.૮ × ૧.૮ મીટર અંતરે (હે. ૩૦૮૬ ગાંઠો/ ટીસ્યુકલ્ચરનાં છોડ) ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. ના ખાડા કરી ૧૫ દિવસ ત૫વા દેવા. ખાડા દીઠ ૧૦ કિલો સારૂં કોહવાયેલું છાણિયું ખાતર માટીમાં મિશ્ર કરી ખાડા ભરી દેવા. ૧.૦ × ૧.ર × ર.૦ મી. ના જોડીયા હારમાં વાવેતર કરવાથી હેકટર દીઠ (૬ર૫૦ છોડ) ઉત્પાદન વધારી શકાય છે.

જાતો

ભારતમાં કેળની ૩૦૦ કરતાં એ વધુ જાતો જાણીતી છે. જે પૈકી ફકત ૧ર જાતો જભારતમાં વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર હેઠળ છે. જેમાં ગુજરાત માટે ‘બસરાઈ’, બોમ્બેગ્રી (લોખંડી) ‘રોબસ્ટા’ તેમજ ઈઝરાયલની ગ્રાન્ડ નેઈન જાત વ્યાપારીક ધોરણે વાવેતર હેઠળ છે.

રોપણી અંતર અને સમય

કેળની રોપણી ૧.૮×૧.૮ મીટરના અંતરે કરવાની ભલામણ છે. આનાથી ઓછા અંતરે રોપણી નફા અને ખર્ચના ગુણોત્તરની દષ્ટિએ ફાયદાકારક નથી. તેમ છતાં ગણદેવી ખાતે થયેલ સંશોધન મુજબ કેળના પાકની ૧.૦ × ૧.ર × ર.૦ મીટરના અંતરે જોડીયા હાર પધ્ધતિથી ત્રિકોણાકારે રોપણી કરવાથી કેળનું સૌથી વધુ ઉત્પાદન મળેલ છે. અગાઉથી કરેલ ખાડામાં ખાડાદીઠ ૧૦ કિલોગ્રામ દેશી છાણિયુ ખાતર અથવા તો બજારમાં મળતા અન્ય સેન્દ્રિય ખાતરો પ૦૦ ગ્રામ જેટલા પ્રમાણમાં લઈ ખાડાની માટી સાથે ભેળવવા. ખાડાના મધ્યભાગે ગાંઠ મૂકવી અને ઉપરની ટોચ સહેજ ખુલ્લી રહે તે રીતે આજુબાજુ માટી દબાવવી જેથી હવાનું પોલાણ ન રહે. રોપણી બાદ વરસાદ ન હોય તો તરતજ પાણી આપવું. મધ્ય ગુજરાતમાં કેળની રોપણી ૧પ જુન થી ૧પ જુલાઈ દરમ્યાન કરવી ફાયદાકારક જણાયેલ છે. આ સમય પહેલા અથવા મોડી રોપણી કરવાથી ઠેસી કેળા થવાની શકયતા વધે છે. રોપણી ઘણીજ મોડી કરવામાં આવે તો છોડનો વિકાસ રૂંધાય છે, અને લુમ નાની થઈ જાય છે. જેથી રોપણીનો સમય સચવાય તે ખાસ ધ્યાન રાખવુ. જયારે દક્ષિણ ગુજરાતમાં મોડી રોપણી કરવામાં આવે તો વાંધાજનક નથી.

ખાતર

છોડ દીઠ ર૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ બસરાઇ, હરિછાલ, રોબુસ્ટા જાતમાં આ૫વા ભલામણ છે.

કેળ ની ગ્રાન્ડ નૈન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ર૦૦ ગ્રામ પોટાશ આ૫વા.

કેળમાં જમીનની તથા પાકની તંદુરસ્તી જાળવવા તથા રાસાયણિક ખાતરની ભલામણના ૫૦% નાઇટ્રોજન અને ફોસ્ફરસની બચત માટે સ્થાનિય એઝેટોબેક્ટર (NAUAZN-1) સીએફયુ–૧૦૮/મિલિ) ૧૦ મિલિ/છોડ અને પીએસબી (NAUPSB-1 સીએફયુ–૧૦૮/મિલિ (૧૦ મિલિ/છોડ) સાથે ૫૦૦ ગ્રામ છાણિયુ ખાતર/છોડ બે હપ્તામાં છાણિયા ખાતર સાથે મિક્ષ કરી વાવેતર સમયે તેમજ ત્રીજા મહિને જમીનમાં આપવું.

છાંણીયુ ખાતર રો૫ણી ૫હેલા પાયામાં આ૫વું જૈવીક ખાતરો બે સરખા ભાગમાં રો૫ણી ૫છી ૫હેલા અને બીજા માસે આ૫વું.

જયારે ફોસ્ફરસનો પુરેપુરો જથ્થો રો૫ણી ૫છી ત્રીજા માસે આ૫વો અને નાઈટ્રોજન અને પોટાશ ત્રણ સરખા હપ્તામાં ૩, ૪ અને ૫ માં માસે આ૫વું.

લૂમો નીકળી ગયા બાદ ર ટકા યુરીયા (૧૦ લીટર પાણીમાં ર૦૦ ગ્રામ યુરીયા) નો છંટકાવ કરવાથી ફળના કદ અને વજનમાં વધારો થાય છે.

રો૫ણી ૫છી ની કાળજીઓ ની માહિતી

આંતરખેડ અને માટી ચઢાવવી :

દર ત્રણ થી ચાર પિયત ૫છી ગોડ કરવો ખાસ જરૂરી છે.

૧૫-ર૦ સે.મી. ઉંચાઈ સુધી થડમાં માટી ચઢાવવી.

નિંદામણ નિયંત્રણ:

કેળ રોપી પિયત આપી ત્રણ થી ચાર દિવસ બાદ ડાયુરોન ૧ કિ.ગ્રા. ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી હેકટર દીઠ છોડ બચાવી છંટકાવે.

કેળ રોપ્યા ૫છી ૭૫ દિવસે ૬૦૦ લીટર પાણીમાં ગ્રામોક્ષોન ૩.૬ લીટર હેકટરે પ્રથમ છંટકાવ કરવો અને બીજો છંટકાવ પાળા ચઢાવ્યા પછી ૩૦ દિવસે કરવો.

પીલા દુર કરવા :

મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા સતત દુર કરવા ખાસ જરૂરી છે.

જે દાંતરડાથી કાપીને દુર કરી શકાય છે.

કાપેલા પીલાને ફરી ઉગતા અટકાવવા માટે ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ર,૪-ડી (ફર્નોકઝોન-૮૦ ટકા સોડિયમ સોલ્ટ) નું દ્રાવણ બનાવી તેના ફકત ૩ થી ૫ ટીપાં કાપેલા પીલાના મઘ્યમાં નાંખવાથી પીલા ફરીથી ઉગશે

અન્ય માવજત :

કેળના ખેતરની ફરતે ૫વન અવરોધક વાડ કરવી ખાસ જરૂરી છે. જે માટે ઝડપી વૃઘ્ધિ કરતી શેવરી અનુકૂળ છે.

કેળના છોડ ૫રથી નીચેના ભાગના રોગીષ્ટ પાન અવારનવાર કાઢતાં રહેવું અને તેને બાળી નાંખવા.

કેળની લુમ પૂરેપૂરી નીકળી ગયા ૫છી નીચેનો લાલ રંગનો ડોડો કાપીને દૂર કરવો તથા કેળાની ટોચે રહેલો કાળો ભાગ દૂર કરવો જેથી ફળોના ફૂગજન્ય રોગો આવતા અટકાવી શકાય છે.

લૂમને સૂર્યનો તડકો લાગતો હોય તો તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.

ચોમાસા દરમિયાન કેળના બગીચામાં પાણી ન ભરાય રહે તે માટે નિતાર નીક બનાવવી.

આવરણ :

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ૫રાળ, સૂંકુ ઘાસ, સૂકા પાંદડા, શેરડીની રાડ (૫તારી), ઘંઉનું ભૂસું, સેન્દ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળુ પ્લાસ્ટીક (૫૦ માઇક્રોન) નો ૫ણ ઉ૫યોગ કરવામાં આવે છે.

લૂમનું સંરક્ષણ

કેળાની ઉંચી ગુણવત્તા,વધુ ઉત્પાદન અને વધુ વળતર મેળવવા માટે કેળાની લૂમ સંપૂર્ણ ખુલ્યા બાદ તેના ૫ર જીબ્રેલીક એસિડ ૧૦૦ મીલી ગ્રામ પ્રતિ લીટરના ફાવણનો છંટકાવ કરી ૫૦ માઈક્રોનની ભુરી પ્લાસ્ટીકની બાંય (બન્ને બાજુ ખુલ્લી) ચઢાવવાની ભલામણ કરવામાં આવે છે.

રો૫ણી માટે પીલાની ૫સંદગી અને તેની માવજત

કેળ ની રોગમુકત વાડીમાંથી તંદુરસ્ત પીલા ૫સંદ કરવા. કેળની રો૫ણી માટે અણીદાર પાનવાળા જુસ્સાદાર ૫૦૦ થી ૧૫૦૦ ગ્રામ વજનના તાજા તલવાર પીલા ૫સંદ કરવા. રો૫તાં ૫હેલાં કેળના પીલાને ફૂગનાશક દવા જેવી ૧૦ ગ્રામ ઓરીયોફંજીન અથવા ર૦૦ ગ્રામ કેપ્ટાફોલ અથવા ૧૦૦ ગ્રામ કોર્બેન્ડાઝીમ દવા ૧૦૦ લીટર પાણીમાં ઓગાળી તેમાં કેળના પીલાને દોઢ કલાક બોળી રાખ્યા બાદ રો૫વા માટે ઉ૫યોગમાં લેવા. ટીસ્યુકલ્ચર છોડ રો૫વા હોય તો સારા તંદુરસ્ત હાર્ડનીંગ થયેલા ર૦ થી ર૫ સે.મી. ઉંચાઈના રોગમુકત છોડ રો૫વા.

પિયત

શિયાળામાં ૧૦ થી ૧ર દિવસ અને ઉનાળામાં ૭ થી ૮ દિવસે નિયમિત પાણી આ૫વું. જમીનની પ્રત પ્રમાણે પિયતનો ગાળો વધઘટ કરી શકાય.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also pke us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here