ભોંઆમલી (Chanca piedra)

બારમાસી ઔષધિય વનસ્પતિ ભોંઆમલી કે ભોંઆંબલી આયુર્વેદમાં ભૂમિઅમલકી તરીકે ઓળખાય છે. આ છોડ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં લગભગ બધે જ મળી આવે છે. ખાસ કરીને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વધુ મળે છે.
> ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં આ છોડ મળી આવે છે. ખાસ કરીને ખેતરોના શેઢા પર ઉગેલા ઘાસમાં અને ચરીયાણોમાં કે જ્યાં બારેમાસ પાણી મળી રહેતું હોય તેવા બાગ બગીચાઓમાં આ છોડ મળી આવે છે. છોડ સ્વાદમાંકડવો અને કંઈક અંશે ખટાશવાળો હોય છે.

> આ છોડ ૫૦ થી ૭૦ સેન્ટીમીટર ઊંચો, બારમાસી, આમલીના આકાર, પ્રકાર અને રંગ, આછા લીલા રંગના પર્ણ ધરાવતો હોય છે. તેમાં પીળાશ પડતાં લીલા અને ક્યારેક ક્યારેક રતાશ પડતાં રંગના ફૂલ આવે છે. તેના પર્ણદંડ પર, પર્ણની પાછળની બાજુએ, લીલા, રાયના દાણાથી થોડા મોટા પણ દેખાવે આમળાં જેવા ફળ હોય છે. દેખાવે આમલીના છોડવા જેવો જ લાગતો આ છોડ પર્ણની પાછળ આવેલા આ લીલા, ટચૂકડા ફળને કારણે સહેલાઈથી ઓળખાઈ જાય છે.


ઔષધીય ઉપયોગ 

ભોંઆમલી ભારતીય આયુર્વેદમાં એક મહત્વની વનસ્પતિ છે.
> જે ખાસ કરીને પેટ, પેશાબની પ્રણાલી, યકૃત કે પિત્તાશય (liver), મૂત્રપિંડ (kidney), બરોળ (spleen)ના રોગોપચાર માટે મહત્વ ધરાવે છે.
>આ વનસ્પતિ બ્રાઝિલ અને પેરુમાં તથા કથિતપણે પથરી (kidney stones)ના ઔષધિય ઉપચારમાં પણ વપરાય છે.
> શરીર પર થતા મસા (Wart)ની સારવાર માટે પણ આ છોડનો રસ ઘણો અસરકારક ગણવામાં આવે છે. મુખ્યત્વે પિત્તનાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુણ આ ઔષધીય છોડમાં મનાય છે.
> કમળા જેવા રોગના ઉપચારમાં પણ આ છોડ વપરાતો જણાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here