સારો વરસાદ થતા બધા ખેડૂત ભાઈઓ ચોમાસુ પાક જેવા કે કપાસ, તલ, મગફળી, મકાઈ, બાજરી, જુવાર વગેરેની વાવણી કરે છે. સાથે સાથે મોડા વાવવાના પાક જેવા કે ડાંગર, દિવેલા, ગુવાર વિગેરેની વાવણીની તૈયારી પણ કરતા હોય છે. વાવણી કાર્ય બાદ ઘણા અગત્યના કામ પણ ખેડૂતોએ ધ્યાનમાં લેવા જોઈએ.આ મોસમમાં નિંદામણને અટકાવવો ખુબજ જરૂરી છે અને શેઢાપાળા ચોખ્ખા રાખવા ખુબ જરૂરી છે. ખેતરમાં પાણીનો ભરાવો થતો હોય તો નિકાલ કરવો.

મગફળીની વાવણી પછી શું કરવું?

વાવણીના શરુઆતના 40-45 દિવસ પાકને નિંદામણ મુક્ત રાખવા માટે કરબડી ફેરવવી અથવા હાથથી નિંદામણ કાઢવું. વાવણી પહેલા બિયારણને દવાનો પટ આપ્યો હોય તો જ્મીનજ્ન્ય રોગ ઓછા થાય છે નહિંતર મુળનો સુકારો તેમજ નબળા છોડ વધારે જોવા મળે છે. જો આવું જોવા મળે તો નબળા અને રોગીષ્ટ છોડને કાઢીને નાશ કરવો. જો મગફ્ળીનું આગોતરું વાવેતર કરેલ હોય તો પાકમાં ફુલ અને સુયા બેસવાની અવસ્થાએ કરબડી ચલાવવીને છોડની આજુબાજુ માટી ચઢાવવી જેથી સુયા જમીનમાં સારી રીતે બેસે.

મકાઈની વાવણી પછી શું કરવું?

પાક 10-15 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખવો અને સાથે સાથે ખાલા પુરવા. પાકને 30 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો અને તે પછી યુરિયા ખાતરનો પહેલો હપ્તો આપવો.

બાજરી વાવ્યા પછી શું કરવું?

બાજરીનો પાક 10-12 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડ કાઢી નાખવા. 30 દિવસ સુધી કરબડી અથવા હાથ નિંદામણ કરવું. પુરતી ખાતર (યુરિયા) નો પહેલો હપ્તો પાક 20-25 દિવસનો થાય ત્યારે અને બીજો હપ્તો ફુલ બેસે ત્યારે આપવો.

તલની વાવણી બાદ શું કરવું?

પાક 10-12 દિવસનો થાય ત્યારે પારવણી કરવી અને એક જ્ગ્યા પર એકજ તંદુરસ્ત છોડ રાખવો અને સાથે સાથે ખાલા પુરવા જેથી કરીને ખેતરમાં પુરતા છોડની સંખ્યા જળવાઈ રહે. પાક જ્યારે 4-6 અઠવાડિયાનો થાય તો પુરતું ખાતર આપવું.

જુવારની વાવણી બાદ શું કરવું?

પારવણી કરી નબળા અને રોગીષ્ટ છોડને કાઢીને નાશ કરો. પાક 10-15 દિવસનો થાય પછી છોડની ભુંગળીમાં એન્ડોસલ્ફાન દવાના 3-4 દાણા નાખવા જેથી ઇયળો મટી જાય. પાક 20-15 દિવનો થાય ત્યારે યુરિયા ખાતર ઓરણીથી ઓરવો. પાકને 30 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો.

રોજના બજારભાવ અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here