તમે કદાચ આ વાતથી અજાણ હસો કે સતત ફિલ્ટરના પાણી પીવાથી શરીરમાં વિટામિન બી-12 કમી આવે છે.વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતને વિટામીન બી-૧૨ની ઉણપ થવાની શકયતા વધુ રહે છે.

તબીબોના અભ્યાસ હેઠળ ૪00 જેટલા એનિમીયા(લોહીની ઉણપ)નાં દર્દીઓનાં ૧૨-૧૫ જેટલા ઝીણવટભર્યા ટેસ્ટ તથા તેનાં પરિણામનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. જેનાં તારણ મુજબ ૩૯.૨૫ ટકા એનિમીયાનાં દર્દીઓમાં વિટામીન બી-૧૨નું પ્રમાણ ઓછું જોવા મળ્યું.વિટામીન બી-૧૨નું પ્રમાણ ઓછુ ધરાવનાર વ્યકિઓમાં મોટાભાગનાં એટલે કે ૫૮.૬૮ ટકા લોકો વેજીટેરિયન ખોરાક જ વપરાશમાં લઇ રહ્યા હતા ઉપરાંત તેમાં ૮૮.૯ ટકા લોકો ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરતા હતા. જેના પ્રમાણમાં સાદુ એટલે કે ફિલ્ટર્ડ કર્યા વગરનું પાણી પીનારા ૩૮.૧ ટકા લોકોમાં વિટામીન બી૧૨ની ઉણપ જણાઇ હતી.

આ અગાઉ પણ કેટલાક અભ્યાસ દરમિયાન બી૧૨ની ઉણપને R.O.નાં પાણીનાં વપરાશ સાથે સાંકળવામાં આવેલ છે.વિટામીન બી-૧૨ની ઉણપથી થતો રોગ એક પ્રકારનું કુપોષણ છે જેને મેગાલોક્લાસ્ટિક એનીમિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનાં લક્ષણોમાં મુખ્યત્વે શરીરની નબળાઇ જલ્દીથી થાક લાગવો, માથાનો દુઃખાવો, ભુખ ઓછી થવી, પગ અને હાથમાં મોજા પહેરવાનાં ભાગ સુધી ખાલી ચડવી ઝણઝણાટી થવી અથવા બહેરાશ આવવી વગેરેનો સમાવેશ થાય છે.

બી-૧૨ની ઉણપ વધુ ગંભીર હોય તો કરોડરજ્જુની ચેતાઓને પણ નુકશાન થઇ શકે છે. જેનાં કોણે દર્દીને ચાલવામાં તથા શરીરનું સંતુલન જાળવવામાં તક્લીફ ઉભી થાય છે. વધુમાં બી-૧૨ની ઉણપ ધરાવનાર દર્દીઓમાં હોમોસીસ્ટીન નામનાં પ્રોટીનનું પ્રમાણ પણ વધી જાય છે. જેને હૃદયરોગનું એક કારણ પણ ગણવામાં આવે છે.

 

વિટામીન બી-૧૨ ફક્ત પ્રાણીજન્ય ખોરાકમાંથી મળી રહે છે જયારે ફળો શાકભાજીમાં તેનું પ્રમાણ નહીવત હોય છે. જેથી વેજીટેરીયન વ્યકિતઓએ ખાસ પ્રમાણમાં અન્ય પ્રાણીજન્ય ખોરાક જેમ કે દહીં, છાશ, પનીર, તથા ચીઝનો ઉપયોગ વધુ કરવો જોઇએ. આર.ઓ. આધારીત વોટર ફિલ્ટરનાં સ્થાને અન્ય સિસ્ટમનાં જેવા કે U.V rays, Ultrafiltrationનો ઉપયોગ કરવો જોઇએ. અથવા ફક્ત ગરણીથી ગાળીને ઉકાળેલુ પાણી જ પીવામાં આવે તો તેમાં વીટામીન બી-૧૨નું પ્રમાણ જળવાઇ રહે છે. આમ પ્રાચીન પરંપરાને જ અનુસરવામાં આવે તો આ રોગથી બચી શકાય છે.

રોજના બજારભાવ અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here