દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને મેદસ્વીતાથી પરેશાન લોકો જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ, જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા છે જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે.

 * વેટલોસ પાઉડર બનાવવાની રીત:
3 ચમચી ઈસબગુલ
2 ચમચી વરિયાળીનો પાઉડર
2 ચમચી ત્રિફલા પાઉડર
2 ચમચી ધાણા પાઉડર
2 ચમચી જીરું પાઉડર

* આ રીતે બનાવો:
સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

* આ પાઉડર લેવાની રીત:
દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.

* આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદા: 
ઈસબગુલ – આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.
ધાણા પાઉડર – આમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે.
ત્રિફલા – આ બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. સાથે જ તેને રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે અને પાચન સુધરે છે.
વરિયાળી – આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.
જીરું – આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here