આખી દુનિયામાં છ ડિઝની પાર્ક આવેલા છે. જેમાં કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટોક્યો, પેરિસ, હોંગકોંગ અને ચીનનો સમાવેશ થાય છે. ભારતમાં એકેય ડિઝનીલેન્ડ હજુ સુધી બન્યું નથી. જો ગુજરાતમાં ડિઝનીલેન્ડ બને તો તે ભારતનું સૌ પહેલું ડિઝનીલેન્ડ હશે. ગુજરાતના લોકો માટે એક ખુશ ખબર છે. ગુજરાતમાં વોટરપાર્ક તો ઘણાય છે, પરંતુ ડિઝનીલેન્ડ જેવા અમ્યુઝમેન્ટ પાર્ક એકેય નથી. દરેક લોકોનું સપનું હોઈ છે કે તે ડીઝનીલેન્ડ ફરવા જાય પછી એ નાનું બાળક હોઈ કે મોટી વ્યક્તિ બધાં લોકોને તે પાર્ક ખૂબ ગમે છે. આમ પણ ગુજરાતી લોકોને એક તો ગરબા અને બીજું હરવું , ફરવું , ખાવું , આ વસ્તુ પહેલા હોઈ છે. ત્યારે ગુજરાત સરકાર ગુજરાતી લોકો માટે એક ખાસ વસ્તુ લાવી રહી છે જેનાથી સૌ કોઈ ખુશ થશે.

ગુજરાતમાં કોઈ એવો અમ્યુઝમેન્ટપાર્ક નથી કે આપણે ત્યાં ડીઝનીલેન્ડ જેવા મજા લઈ શકીએ. આ  માટે  લોકોએ  મજા લેવી હોય તો પણ મુંબઈ કે પુણે સુધી જાવું પડે છે. ત્યારે ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે કે દેશનો સૌ પહેલું ડિઝનીલેન્ડ ખૂલે.  જો આ કામ પાર પડે તો  ગુજરાતીઓને અમેરિકા તેમજ વિદેશોમાં જ જોવા મળતા ડિઝનીલેન્ડની મજા માણવા હવે વિદેશ નહીં જવું પડે અને આપણાં ઘર આંગણે ડીઝની લેન્ડ ખૂલો મુકાયતો ગુજરાતમાં મુલાકાતીઑ ની સંખ્યા પણ વધી શકે છે કારણે કે ભારત હજી સુધી ડીઝની લેન્ડ નથી આથી જો આ પાર્ક ગુજરાતમાં બંને તો ખૂબ ફાયદો થશે.જાણવા મળ્યું છે કે  ડિઝનીલેન્ડના માલિક ઈન્ડિયામાં પણ એક પાર્ક શરુ કરવા માગે છે, અને તેના માટે તેઓ યોગ્ય જગ્યાની શોધમાં છે. આ પહેલા પણ તે  મુંબઈની આસપાસ ડિઝનીલેન્ડ બનાવવા માગતા હતા પરતું હવે  અચાનક તેમનો પ્લાન બદલાયો અને હવે જાણવા મળી રહ્યું છે કે તેઓ મુંબઈની બહાર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગે છે. ગુજરાત સરકારે ડિઝની રાજ્યમાં જ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવે તેવા પ્રયાસો શરુ કર્યા છે.

જાણવા મળ્યું છે કે  ટુરિઝમ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસજે હૈદરને રાજ્ય સરકારે ડિઝનીલેન્ડ ગુજરાતમાં લાવવા માટે ખાસ જવાબદારી સોંપી છે. આ કારણે ગુજરાત સરકાર પર્યાસ કરી રહી છે કે  ડિઝનીના માલિકો અમ્યુઝમેન્ટ પાર્ક માટે જગ્યા ગુજરાતમાં પસંદ કરે. માનવમાં આવી રહ્યું છે કે તેમની પસંદગી પણ  ગુજરાત આવીને અટકે તેવી પૂરી શક્યતા છે. ગુજરાત સરકાર  ડીઝનીલેન્ડ ખાસ ઓફર પણ આપી શકે છે અને  તેમને પણ ફાયદો થશે  કારણ કે   ગુજરાતમાં ટુરિસ્ટની સંખ્યા ખૂબ વધારે છે ત્યારે તે પણ ગુજરાતને પોતાના પાર્ક માટે પસંદ કરે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here