કેરી એટલે ફળોનો રાજા અને તેમાં પણ આપણને ગુજરાતને તો કેરીના મામલે ઈશ્વરનું વરદાન હોય તેમ છે. ગુજરાતના દરેક છેડે સારી ક્વોલિટીની કેરી થાય છે. ગીરની કેસર વિશ્વ વિખ્યાત છે, વલસાડની હાફૂસ અને કેસર પણ ખુબ જ મીઠી હોય છે તો કચ્છની કેસરનો સ્વાદ પણ અનેરો હોય છે. ત્યારે આપણને મળેલી આ તકનો લાભ ના ઉઠાઈએ તો જરૂરથી તે આપણી ભૂલ કહેવાય.

ગુજરાતમાં સૌથી પહેલા વલસાડી હાફૂસ કેરી થાય છે, બાદમાં વલસાડી કેસર કેરી થાય છે અને ત્યારબાદ લગભગ મે મહિનાના બીજા અઠવાડિયાથી સૌરાષ્ટ્રની ગીરની કેસર કેરી આવવાની શરુ થાય છે તો છેક સિઝન પૂરી થવાના સમયે કચ્છની કેસર કેરીનું આગમન થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો દરવર્ષે કેસર કેરીની સિઝન પાછી ઠેલવાતી જાય છે. અડધો મે મહિનો થવા છતાંપણ હજુ માર્કેટમાં બહુ ઓછા પ્રમાણમાં કેરી દેખાય છે. તો આ વર્ષે કેરીના ભાવ પણ ઘણા ઊંચા છે.

કેરી ખાવાના ફાયદા

પાકી કેરી ચુસવાથી સુકી ખાસી મટે છે, ઉંઘમાં ચાલવાની આદત શમે છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, વૃદ્ધિ થાય છે, પાકી કેરીમાં રેચક ગુણ હોવાથી મળને સાફ કરે છે.

સંગ્રહણી, શ્વાસકાસ, અમ્‍લપિત, અરૂચિ, નિંદ્રાનાશમાં ઉપયોગી છે. હોજરી, આંતરડા, શ્વાસનળી, શિધ્રપતન, લોહી વિકારના રોગોમાં સુધારો કરે છે. ક્ષયના દર્દમાં ખુબ જ ઉપયોગી છે.

કેરી ખાવાથી અનિદ્રાની સમસ્યા દુર થશે અને પુરતી ઊંઘ આવે, ટીબીના દર્દીઓને રાહત મળે, દુબળા લોકોને અને વૃદ્ધોને શરીરમાં શક્તિ વધારવા માટે ઉત્તમ છે.

કેરીમાં વિટામિન સી, પ્રાકૃતિક ફ્રુટ એસીડ અને બિટા કેરોટિન હોય છે જેનાથી શરીર સ્વચ્છ બને છે અને ચહેરો નિખરી ઉઠે છે.

આંખની તકલીફો દુર થાય છે, લોહીની ઉણપ ઘટે છે, ભૂખ વધે છે, કેરી વાત, પિત્ત અને કફનો દોષ નિવારે છે, કબજિયાત દુર કરે છે, કીડની માટે ફાયદાકારક છે, પાચનશક્તિમાં સુધારો થાય છે, ચાંદી પડતી હોય તેમાં રાહત આપે છે.

કેરી કેન્સર સામે રક્ષણ આપે છે, કોલોસ્ટ્રોલમાં ફાયદો કરે છે, કેરીથી લૂ લાગતી નથી અને ગરમી સામે રક્ષણ મળે છે.

કિવિ ખાવાના છે અનેક ફાયદા, ઘણાં પ્રકારના વિટામિન્સ અને પોષકતત્ત્વોથી છે ભરપૂર….જાણો અહીં

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here