પાક-વીમો નથી મળ્યો અથવા ઓછો મળ્યો છે તે દિન 15માં ચૂકવી આપવા માટે તમારી વીમા કંપનીને નોટિસ આપો. નોટિસ આપવા માટે વકીલની જરૂર નથી, જાતે રજીસ્ટર એડીથી મોકલી શકાય. નોટિસની સાથે:

(1) ભરેલા પ્રીમિયમની રસીદ હોય તો એ, ના હોય તો પ્રીમિયમ કપાયાની નોધવાળા બેન્ક પાસબુકના પાનાની ઝેરોક્સ,
(2) પાસબુકના પહેલા પાનની ઝેરોક્સ,
(3) મામલતદારે જાહેર કરેલા વરસાદના આંકડા,
(4) તાલુકાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો હોય તો એ પરિપત્રની નકલ
સાથે બીડો. નોટિસની એક નકલ જિલ્લાના ખેતી વિસ્તરણ અધિકારીને અને એક નકલ જિલ્લાના કલેક્ટરને મોકલો.

15 દિવસમાં કમ્પની તરફથી જવાબ આવે કે ના આવે, જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમમાં વ્યક્તિગત કેસ દાખલ કરો. એમાં પણ વકીલની જરૂર નથી, જાણકારી હોય તો જાતે કરો નહિતર વકીલ મારફત કરી શકાય, અથવા ગામના બધા ખેડૂતો સાથે મળીને હાઇકોર્ટમાં સામુહિક કેસ દાખલ કરો.

હાઇકોર્ટ કરતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં નિકાલ જલ્દી આવશે. જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમના ચુકાદાથી સંતોષ ના થાય/ઓછું વળતર અપાવ્યું એવું લાગે તો રાજ્ય ગ્રાહક સુરક્ષા ફોરમ અને છેલ્લે હાઇકોર્ટમાં તો જઈ જ શકાય.

જાતે કંઈ કરીએ નહીંને નેતાઓની ટીકા કરીને ઘેર બેસી રહીશું તો હાથમાં કંઈ નહીં આવે એટલું યાદ રાખો. ખેડૂતોએ પોતે જ પોતાનું ભલું કરવાનું છે, કોઈ બીજો આવીને નહિ કરી આપે. સલાહ, માર્ગદર્શન જરૂર લો, પરંતુ નિર્ણય તો જાતે જ કરો ત્યારે જ પરિણામ મળશે. ખેતરે મહેનત કરીએ છીએ તો વળતર લેવા પણ મહેનત કરીએ એવી વિનંતી છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here