શું તમારે પણ લીંબુડી માં ઓછા લીંબુ આવે છે? લીંબુ આવતા નથી.

જો તમે પણ આ રીતની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારા માટે એનો ઉપાય લઈને આવ્યા છીએ, જે તમને આ સમસ્યા માંથી છુટકારો અપાવવા માટે મદદ કરી શકે છે. તો આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

લીંબુ વર્ગના પાકોમાં લીંબુનો પાક અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજયમાં વત્તા–ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે.

લીંબુના પાકને સમપ્રમાણ ઠંડી અને ગરમી માફક આવે છે. જયાં હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ પડતો ન હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે.

lemon

લીંબુનો વધારે પાક મેળવવા માટે સૌથી પહેલા જયારે તમે એના છોડને કુંડામાં વાવો છો, ત્યારે ધ્યાન રાખવું કે કુંડુ 14 ઈંચનું હોવું જોઈએ. એનાથી મોટું હશે તો પણ ચાલશે. અને એ કુંડુ માટી કે પછી સિમેન્ટનું જ હોવું જોઈએ. જો એ બે માંથી કોઈ ન મળે તો પછી પ્લાસ્ટિકનું લઇ શકો છો. તમે નવો છોડ રોપવાના હોવ તો કુંડામાં તમારે 50 % માટી નાખવી અને 30 % મોટા કાંકરા વાળી રેતી નાખવી. અને બાકી સુકાયેલા ઝાડના પાન હોય તેનો ભૂકો કરીને નાખવો. એ માટીમાં ફૂગ નથી લાગવા દેતું.

એક વાતનું હંમેશા ધ્યાન રહે કે તમારે આ લીંબુ વાળા કુંડાને એવી જગ્યાએ મુકવાનું છે જ્યાં સારો તડકો આવતો હોય. અને એના પર 5 – 6 કલાક જ તડકો રહે એવી જગ્યાએ કુંડુ મુકવાનું છે. તમે એવું ન કરો તો જરૂરી તડકો ન મળવાને એના પર લીંબુના ફળ ઓછા આવશે. એટલા માટે જ્યાં લીંબુનો છોડ રાખો ત્યાં તડકો આવવો જોઈએ.

લીંબુ માટે ખાતરની વાત કરીએ તો એને પૂરતા પ્રમાણમાં ખાતર જોઈશે. તમારે દર મહિને એમાં મોનમિલ નાખવાનું રહેશે. આ ખાતર પ્રાણીઓના હાડકા માંથી બને છે. તમારે આ એને કુંડામાં છોડના મૂળથી દૂર ખાડો બનાવીને એમાં નાખવું. આ ખાતર નાખવાનું કારણ એ છે કે તેમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ રહેલું હોય છે. જે છોડ માટે સારું છે, અને આ ખાતર છોડને કેલ્શિયમ પણ આપે છે. તમે લીંબુ માટે કેળાની છાલને સૂકવીને એનો પાવડર બનાવીને પણ નાખી શકો છો.

lemon

હવે બીજા ખાતર એટલે કે પ્રવાહી ખાતર વિષે પણ તમને જણાવી દઈએ. એના માટે તમારે એક ડોલ પાણીમાં કેળાની છાલ, લીંબુના છોતરા અને ગોળ, તેમજ વેસ્ટ કમ્પોઝર મિક્સ કરવાનું છે. હવે તેને એક અઠવાડિયા સુધી સડવા દેવાનું છે. ત્યારબાદ આ તૈયાર થયેલા પાણીને તમે કુંડામાં નાખો, તેમજ તેને સ્પ્રે બોટલ દ્વારા છોડ પર છાંટો. એ ફાયદાકારક છે.

લગભગ બધા લોકો જાણતા જ હશે કે લીંબુના છોડમાં 2 થી 3 વખત ફૂલ આવે છે. અને શિયાળો શરુ થતા તેના પાંદડા ખરવા લાગે છે. જો આવું થાય તો તમારે આ છોડ ફેંકવો નહિ. કારણ કે આ કુદરતી પ્રક્રિયા છે. આ ઉપાય કરવાથી તમારા છોડ પર લીંબુ પણ વધારે આવશે અને તે સુકાશે પણ નહિ. આ ઉપાય કરીને તમે લીંબુનો પાક વધારી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here