બેબી કોર્નને નાના કદના ડોડા, વૃદ્ધિની પ્રારંભિક અવસ્થાના ડોડા કે નાની ઉંમરના ડોડા તરીકે ઓળખવામાં આવે છે. આવા ડોડાઓને મકાઈનું વાવેતર કર્યા પછી પ૦-પપ દિવસે, જયારે ડોડામાં મૂછો દેખાવાની શરૂઆત થાય અથવા થોડી બહાર નીકળે ત્યારે, પરંતુ સંકરણની પ્રક્રિયા શરૂ ન થાય તે પહેલા ડોડા કાપી લેવામાં આવે છે.

બેબી કોર્ન સ્થાનિક તેમજ વિદેશોના બજારોમાં ખૂબ જ પ્રચલિત થઈ રહેલ છે. આ ડોડાઓને પ્રોસેસિંગ કરીને વિદેશોમાં નિકાસની પણ ખૂબ જ સારી તકો રહેલ છે. અત્યારે થાઈલેન્ડ અને ચીન મુખ્ય બેબીકોર્નના ઉત્પાદન કરતા દેશો છે જ્યારે ભારતમાં મેઘાલય, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ ઉત્પાદન કરતા રાજયો છે. ગુજરાત બેબી કોર્નની ખેતીની ખૂબ જ ઉજળી તકો રહેલી છે.

બેબી કોર્નને ટીન પેક કરીને મોટા પાયે નિકાસ કરી શકાય તેમ છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ કરતી કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટેક ફાર્મિંગ કરીને મોટા પાયે વાવેતર કરાવીને તેમાંથી મળતું ઉત્પાદન વિદેશોમાં નિકાસ કરી શકે તેમ છે.

વાવેતર :

બેબી કોર્ન માટેની મકાઈનું વાવેતર મોટા ભાગે આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે પરંતુ ઉનાળાની ગરમીના સમયને બાદ કરતા બેબી કોર્નનું વાવેતર વધારે અનુકૂળ આવે તેમ છે.

અંતર :૪૫ સે.મી. × ર૦ સે.મી. અથવા ૩૦ સે.મી. ×૩૦સે.મી.

બીજનો દર :ર૦ કિ.ગ્રા. હે.

બિયારણની માવજત:વાવતા પહેલા એક કિલો બીજ માટે ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપ્યા પછી ૨૪ કલાક બાદ ૧ કિલોગ્રામ બીજ માટે પ૦ ગ્રામ એઝેટોબેક્ટર એઝોપોસ્પાઈરીલમ કલ્ચરનો પટ આપવો. એટલા જ જથ્થામાં ફોસ્ફોબેકટર કલ્ચરનો પટ પણ આપવો.

બેબીકોનની જાતો :

વી.એલ.-૭૮, વી.એલ.-૪૨, એચ.એમ.૪, સીઓબીસી ૧ અને ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ-૧ (જી.એ.વાય.એમ.એચ.-૧).

બેબી કોર્નના ડોડાની ગુણવત્તા : ભેજ ૮૭.૨૫ %, કાર્બોહાઈડ્રેટ ૩.૬૨%, ટોટલ સોલ્યુબલ સુગર ૧.૮૨%, રીયુસિંગ સુગર ૧.પ૦ %, નોન રીયુસિંગ સુગર ૦.૩૦%, વિટામિન સી ૧૫.૦૫ મિ.ગ્રા./૧00 ગ્રામ.

બેબી કોર્નની કાપણીનો સમય: ૧૫ થી ૬૦ દિવસ

ઘાસચારાનું ઉત્પાદનઃ ૧૧૧.૨ ક્વિન્ટલ પ્રતિ હેકટર

રોગ-જીવાત : પાનનો સૂકારો તેમજ ચારકોલ રોટ રોગ તેમજ ગાભમારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

ખાતર વ્યવસ્થાપન (હંગામી ભલામણ) :

છાણિયું ખાતર : ૧૦ થી ૧૨ ટન/હે.

(વાવણીના ૧૫ દિવસ અગાઉ)

બેબીકોનની મહત્ત્વની કામગીરી :

નર ચમરીઓ દૂર કરવી :

બેબી કોર્નમાં ફલિનીકરણની ક્રિયા થાય તો તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને આવા ડોડાનો ઉપયોગ બેબી કોર્ન તરીકે કરી શકાતા નથી જેથી ફલિનીકરણની ક્રિયાને રોકવા માટે મકાઈના છોડમાં ઉપરના ભાગે નર પુષ્પવિનાસ કે જેને ચમરી કહેવામાં આવે છે. તે છોડમાંથી નીકળવાની શરૂઆત થાય તે સમયે એટલે કે તેમાં પરાગરજ ઉત્પન્ન ન થાય તે પહેલા હાથથી ખેંચી લેવી જોઈએ. આ ક્રિયા શક્ય હોય ત્યાં સુધી દરરોજ ડોડા કાપવાનું ચાલુ હોય ત્યાં સુધી કરવી જોઈએ. જેના લીધે બેબી કોર્નની ગુણવત્તા સારી મળે છે તેમજ ફલિનીકરણ ન થતું હોવાથી ડોડા તોડવામાં ૨ થી ૩દિવસ મોડું થાય તો પણ તેમાં દાણા બેસતા ન હોવાથી એકસરખી ગુણવત્તાવાળા બેબી કોર્ન મળે , જેથી આ કામગીરી ફરજીયાતપણે કરવી જોઈએ. ડોડાઓને તોડવાની કામગીરી દરરોજ કરવી જોઈએ. એક જ છોડમાં એક કરતા વધારે ડોડા આવે તો તેને આગળ દર્શાવ્યા પ્રમાણે યોગ્ય સમયગાળો રાખીને ડોડાની અવસ્થાને ધ્યાનમાં રાખીને તોડવા જોઈએ.

મીઠી મકાઇ નું વાવેતર કેવી રીતે અને ક્યારે કરવું ?( Sweet corn sown)

બેબી કોર્નનો પાક પપ-૬૦ દિવસમાં પૂર્ણ થતો હોય છે. સામાન્ય રીતે દાણા માટેની મકાઈમાં પરીપક્વ ડોડા તોડયા પછી છોડની કાપણી કરવામાં આવે છે. તેની સરખામણીએ બેબી કોર્ન મકાઈમાં બેબી કોર્નના નાનાકુમળા ડોડા તોડ્યા બાદ જ છોડની કાપણી કરવામાં આવે છે. તેમાં પોષકતત્વોનું પ્રમાણ ઘણું વધારે હોય છે તેમજ રસદાર, સુપાચ્ય અને જલદી પચી જાય તેવા હોય છે જેથી દૂધ આપતા ઢોર માટે ખૂબ ઉપયોગી છે અને બજારમાં તેનુ વેચાણ કરતા તેના ભાવ પણ સારા મળે છે.

કાપણી

માર્કેટમાં બેબી કોર્નનો સારો ભાવ મેળવવા માટે યોગ્ય સમયે કાપણી જરૂરી છે. પાકમાં જ્યારે જ્યારે નર ફુલ આવે ત્યારે નર ફુલ કાઢી નાખવા. પાક 45-50 દિવસનો થાય ત્યારે કાપણી કરવી. ડોડી ઉપર માદા ફુલ (મુંછીયા) 2-3 દિવસના થાય ત્યારે બેબી કોર્નની કાપણી કરવી. બેબી કોર્નની બીજી કાપણી પહેલી વીણીના 8-10 દિવસ પછી કરવી. આમ કરવાથી સંકર જાતોમાં 3-4 વીણી અને દેશી જાતોમાં 2-3 વીણી મેળવી શકાય. છેલ્લી વીણી પછી લીલા છોડ કાપીને ઢોરો માટે ઘાસચારા માટે ઉપયોગમાં લેવા. વીણી સવારે અથવા સાંજના સમય઼એ કરવી કારણકે એ સમયે વાતાવરણ ઠંડુ અને ભેજવાળું હોય છે.

ઉત્પાદન અને આવક

હેકટેર દિઠ 15-20 ક્વિંટલ બેબી કોર્ન અને 350-400 કિલો લીલો ઘાસચારો મેળવી શકાય. હેક્ટેર દિઠ રૂ. 10,000 ના ખર્ચા સામે રૂ.30,000-40,000 ની આવક થઇ શકે છે.

 

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here