થોર એ કાંટાવાળી વનસ્પતિ છે પરંતું તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત થોરની અંદર થતાં લાલ કલરના ફળ કે જેને થોરની ડોડા કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ થોરનો આયુર્વેદ તરીકે ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારી પણ મટાડી શકાય છે. આ થોરમાં એવા કેટલાય દ્રવ્યો છે જે આપણા શરીરમાના હીમોગ્લોબીનની માત્રા વધારી દે છે. જેને કારણે આપણા શરીરમાં નવુ લોહી બને છે જેનાથી કેટલીય બીમારીઓ સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત ડોડા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે. આ થોરની ડોડાના બહાર રહેલા કાંટા દૂર કરી એક ગ્લાસ ગરમ પાણી સાથે મિલાવીને પીવામાં આવે તો શરીરમાં હીમોગ્લોબીનની માત્રા તરત વધારી દે છે.
થોરના ફિંડલાના પરિક્ષણો દ્વારા સાબિત થયું છે કે, ફિંડલામાં વિટામિન બી૧, બી૨, બી૬, વિટામિન સી, વિટામિન એ, નિયાસિન, આર્યન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ફોસ્ફરસ, ઝીંક, લીટાસાઈનીન અને લિટાસિટોસ્ટેરોલ જેવા પોષક તત્વો રહેલા છે.

થેલેસેમિયા, ડાયાબિટીસ અને હૃદયના રોગોમાં ઉપયોગી – ફિંડલામાં રહેલ ફાઈટોકેમિકલ્સ કેન્સરને વધતું અટકાવે છે. ફળના રસના ડાઈયુરેટિક ગુણધર્મને કારણે તે સુગર, ફેટ અને સ્ટાર્ચને લોહીમાં ભળતું અટકાવી, ધમનીની દીવાલોમાં જામતું અટકાવેછે. લિવર અને પેન્ક્રીયાસના ફંકશનમાં મદદરૂપ થાય છે. ફળનું મેલિએટ ઓફ મેગેનઝિ ખોરાકમાં લેવાતા લોહતત્વનું હિમોગ્લોબિનમાં રૂપાંતર કરે છે. થેલેસેમિયાના દર્દીઓ માટે આ ફળનું જયુસ આશીર્વાદરૂપ સાબિત થાય છે. પેટિકન નામનું તત્વ કોલસ્ટ્રોલના લેવલને જાળવે છે. ફાયબરસ પેકિટન ડાયાબિટીશના દર્દીની ઈન્સ્યૂલીનની જરૂરિયાત ઘટાડે છે.

કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક વિતરણ – કેન્સરના દર્દીઓને સપોટિઁગ ફેકટર તરીકે ફિંડલાના જયુસનો ઉપયોગ અતિ લાભદાયી સાબિત થયો છે. કેન્સરના દર્દીઓની આ સંસ્થામાં વિનામૂલ્યે નિદાન-સારવાર કરી, તમામ દર્દીઅઋને જ્યાં સુધી જરૂરી જણાય ત્યાં સુધી ફિંડલાનો જયુસ ઉપરાંત તુલસી પાઉડર અને ગૌમૂત્ર અર્ક વિનામૂલ્યે આપાશે.

કબજિયાતથી કંટાળી ગયા હોય તો અજમાવો આ ઘરેલુ ટિપ્સ…

થોરના ફિંડલાનો પ્રયોગ કરનાર અનેક દર્દીઓને ખૂબ ટૂંકાગાળામાં ચમત્કારિક કહી શકાય એટલા ફાયદા થયા છે. આ દર્દીઓમાં કેન્સરના દર્દીઓનો પણ સમાવેશ થાય છે, થેલેસેમિયા પીડિત દર્દીઓએ પણ તેનો લાભ લીધો છે તો ડાયાબિટીશના દર્દીઓએ પણ થોરના ફિંડલાનો ઉપયોગ કરી રાહત અનુભવી છે. આ તમામ દર્દીઓ એકી અવાજે કહે છે કે, આ પ્રકારના રોગ ધરાવતા દર્દીઓ અચુક ફિંડલાનો જયુસ પીવે. આ દર્દીઓ કહે છે કે, અમને જે ફાયદો થયો તેવો ફાયદો બધાને થશે. અમારી જિંદગીમાં અમે નવું જોમ અને નવી તાજગીનો અનુભવ કરીએ છીએ. થેલેસેમિયાગ્રસ્ત એક દર્દીને અગાઉ ચાર દિવસે રક્ત ચડાવવું પડતું તેને બદલે હવે ૪૫ દિવસે ચડાવવું પડે છે. તેમનું હિમોગ્લોબીન ૭ હતું તેને બદલે ૧૦.૫૦ થયું છે. બ્લડ કેન્સરના એક દર્દીને હવે રક્ત ચડાવવાની જરૂર જ નથી રહી. કેન્સરના અન્ય એક દર્દીની ગાંઠ અગાઉ હતી એ કરતા અડધા સાઈઝની થઈ ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, ફિંડલાના રસની કોઈ સાઈડ ઈફેકટ નથી.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here