જો ગરમીમા આકરા તડકા અને ધૂળ અને માટીના કારણે ઘણા ખરા વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાથી તમારે આંખોથી જોડાયેલી કેટલીક તકલીફો જેમકે આંખો લાલ થવી સોજો આવવો અથવા તો આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે અને આજે અમે આંખની આસપાસ થતી પાંપણની પાસે થતી આંજણી અંગે જણાવવા જઇ રહ્યા છીએ માટે આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે તો આવો જોઇએ કેવી રીતે તેનાથી છૂટકારો મેળવી શકાય.

આ વાતનુ રાખો ખાસ ધ્યાન

૧ આંખ પર જે ફોલ્લી છે તેને વારંવાર અડવું ન જોઇએ.
૨ અને ફોલ્લીને ફોડવી ન જોઇએ અને તેમજ તેમાથી પરૂ નીકાળવાની કોશિશ ન કરવી જોયે.
૩ જો ફોલ્લીને વારંવાર અડવાથી આંખ પર વધારાની ચેપ લાગે છે.

આંજણી દૂર કરવાના સરળ ઘરેલુ ઉપાય

હળદર

દરેક ઘરમાં રસોડામાં મળતી હળદર કેટલાક રોગોની દવા છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને એક ચમચી ઉમેરીને તેને બરાબર ગરમ કરી લો. હવે તેને ઠંડુ કરીને આંખ પર સૂકા અને સાફ કપડાથી લગાવી દો. તેનાથી જલદી જ આરામ મળશે.

ગરમ પાણી

સૌથી પહેલા એક પેનમા ગરમ પાણી કરી અને ગરમ પાણીમા કોઈ કાપડને પલાળીને તેને નીચવી નાખો પછી તેનાથી આંખ પર થયેલી આંજણી પર હળવેથી શેક કરો આમ કરવાથી તમને આંખમાં ફાયદો મળશે.

ગ્રીન ટી

આંખ ની આંજણી ઉપર ગ્રીન ટી લગાવવાના કારણે ક્યાં આવતો સોજો અને તેમાં થતો દુખાવો તરત જ દૂર થઈ જાય છે. ગ્રીન ટી ને ગરમ કરી આંધળી ઉપર લગાવવા ના કારણે આંજણી માંથી તરત જ રાહત મળે છે.

જામફળના પાન

કોઈપણ પ્રકારના ઘા ઉપર લાગેલા બેક્ટેરિયાના સંક્રમણને દૂર કરવા માટે જામફળ ના પાન ખુબ ઉપયોગી સાબિત થાય છે. આમ કરવા માટે કોઈપણ સાફસુથરા કાપડ ની અંદર ચાર થી પાંચ જામફળના પાન લઇ તેને ગરમ પાણીની અંદર ઉકલી લો. ત્યારબાદ એ પાન સુકાઈ જાય એટલે તેના દ્વારા આંજણીની ઉપર તેનો સેક કરો. આમ કરવાથી આંજણી ની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળશે.

આંબલીના બીજ

આંબલીના બીજને તમારે બે દિવસ સુધી પાણીમા પલાળીને રાખો અને પછી તેની છાલ કાઢી નાખો ત્યારબાદ આ છાલને કાઢી લીધા પછી તેને ચંદનનીની જેમ ઘસી લો અને પછી આ પેસ્ટને આંજણી પર લગાવવાથી પણ રાહત મળે છે.

એલોવેરા જેલ 


આંખની આંજણીથી રાહત મેળવવા માટે એલોવેરા ખૂબ અસરકારક ઉપાય છે. જેના માટે એલોવેરા જેલ નીકાળીને આંખ પર લગાવો અને 20 મિનટ પછી સાફ પાણીથી ધોઇ લો. એલોવેરામાં રહેલા તત્વ બેક્ટેરિયાને ખતમ કરવા અને સંક્રમણને રોકવામાં મદદ કરે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here