પાક માટે અનુકૂળ જમીન

વાલોળની ખેતીને ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે.

વાવેતર સમય

વાલોળની ખેતી માટે અનુકૂળ સમય સપ્‍ટેમ્‍બર મહિનો છે.

પ્રચલિત જાતો

વાલોળ:

વિરપુર વાલોળ

દાંતીવાડા વાલોળ

ગુજરાત જુનાગઢ વાલોળ -૧૧

પા૫ડીઃ

સુરતી પાપડી

ગુજરાત પા૫ડી-૧

ગુજરાત જુનાગઢ પાપડી-ર

વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ

વાલોળ- ૯૦ થી ૧ર૦ x ૬૦ થી ૭૫

પા૫ડી- ૯૦ x ૪૫ થી ૬૦ સે.મી.

બીજ દર

વાલોળ- ૧૨ થી ૧પ કિ,ગ્રા. પ્રતિ હેકટર

પાપડી-૧૫ થી ર૦ કિ,ગ્રા. પ્રતિ હેકટર

રાસાયણિક ખાતર કેવી રીતે આપવું

૨૦:૪૦:૦૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે આ૫વું.

દેશી ખાતર

૧ર થી ૧૫ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.

પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ

ચુસીયા જીવાતો: મોલો અને સફેદ માખીના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ.

સીંગ કોરી ખાનારી ઇયળ: કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા ઇન્‍ડોકઝાકાર્બ ૫ મિ.લિ. અથવા એમામેકટીન બેન્‍ઝોએટ ૫ ગ્રામ ઉ૫રોકત કિટનાશક દવાઓ પૈકી કોઇ૫ણ એક દવાનો છંટકાવ ૧૦ લિ. પાણીમાં ભેળવીને કરવો.

પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ

પંચરંગીયો: સફેદ માખીથી ફેલાય છે તેથી તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ર૦ મિ.લિ. અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રિડ ૫ મિ.લિ.પૈકી કોઇ૫ણ એક દવાનો છંટકાવ ૧૦ લિ. પાણીમાં ભેળવીને કરવો.

પીયતની સંખ્યા

૧૦-૧૨ પીયત ૧૫ થી ર૦ દિવસના અંતરે આ૫વા

પાકવાના દિવસો

આશરે ૧૪૦ થી ૧૫૦ હોય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also pke us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here