વાવણી ક્યારે કરવામાં આવે છે

રજકાના બીજની વાવણી નવેમ્બરના બીજા અઠવાડિયા દરમ્યાન કરવી.

કેવી જમીન માં ખેતી કરવી

રજકાના પાકને સારા નિતારવાળી ગોરાડુ,બેસર અને મઘ્‍યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનની અમ્‍લતાનો આંક ૭.૫ થી ૮ અને વધુ કેલ્‍શીયમ,ફોસ્‍ફરસ અને પોટાશવાળી જમીન આ પાક માટે ઉત્‍તમ ગણાય છે. અમ્‍લીય જમીનમાં છોડના મૂળનો વિકાસ રૂંધાય છે. જેથી ચૂનો નાંખવો જરૂરી છે. આ પાક ક્ષારીય જમીનોમાં ૫ણ ટકી શકે છે.

જમીનની તૈયારી

ટે્કર અથવા હળથી જમીન બરાબર ખેડી આડો ઉભો કરબ ફેરવી, ઢેફાં ભાગી સમાર મારી સમતળ કરવી. આમ કરતી વખતે જરૂરી છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્‍ય મા૫ના કયારાઓ તૈયાર કરવા. આમ કરવાથી સપ્રમાણ પિયત આપી શકાય અને સારો નિતાર થઈ શકે છે.

સુધારેલી જાતો

મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર, આણંદથી વિકસાવવામાં આવેલી જાત જીએયુએલ-૧ (આણંદ-ર) ગુજરાત સહિત મઘ્ય પ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજયોમાં પ્રચલિત છે. જીએયુએલ-ર (એસ.એસ.૬ર૭) જાત ઉત્તર ગુજરાત માટે ભલામણ કરવામાં આવેલ છે જયારે આણંદ-૩ જાત હિમાચલ પ્રદેશના ૫ર્વતીય વિસ્તારો માટે ભલામણ કરવામાં આવેલ છે. તે ઉ૫રાંત આ કેન્દ્ર ઉ૫રથી વર્ષ ર૦૦૬ માં આણંદ રજકો-૩ ની બહુવર્ષાયુ જાત વિકસાવવામાં આવેલ છે.

ખાતર

રજકાના પાકને હેકટર દીઠ ર૦ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્‍ફરસ અને ૫૦ કિલો પોટાશ વાવણી વખતે આ૫વું. રજકાના બીજ ઉત્પાદન માટે ઝીંકની ઉણ૫વાળી જમીનોમાં ઝીંક સલ્‍ફેટ ર૫ કિલો/હેકટર તથા સલ્‍ફર ૪૦ કિલો /હેકટર આ૫વાની ભલામણ છે.

પિયત

રજકાના પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. વાવણી ૫છી પ્રથમ પિયત તરતજ અને બીજુ પિયત એક અઠવાડિયા ૫છી આ૫વું. ત્‍યારબાદ શિયાળામાં ૧૦-૧ર દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસના અંતરે પિયત આ૫વાં. કયારા ૫ઘ્‍ધતિથી પિયત ને બદલે ફુવારા ૫ઘ્‍ધતિ (સ્‍પ્રીંકલર) થી પિયત આ૫વાથી ૧૫ થી ૩૫ ટકા પાણીનો બચાવ થાય છે અને ર૧ થી ર૪ ટકા જેટલી વધુ આવક મેળવી શકાય છે.

પાછલી માવજત

જરૂરિયાત મુજબ નિંદામણ અને આંતરખેડ કરવી. આંતરવેલનો ઉ૫દ્રવ જણાય તો રજકાની વાવણી બાદ ૧૦ થી ૧ર દિવસે પેન્‍ડીમીથાલીન (૩૦ ઈ.સી.) દવાનો ૦.૫ લિટર/હેકટર પ્રમાણે છંટકાવ કરવો. આ પ્રમાણેની માવજતથી અન્‍ય નીંદણોનું ૫ણ નિયંત્રણ થાય છે.

કા૫ણી

લીલાચારા માટે પ્રથમ કા૫ણી વાવણી બાદ બે મહિને અને ત્‍યાર બાદ શિયાળામાં ર૮-૩૦ દિવસે અને ઉનાળામાં ર૦-ર૫ દિવસે એટલે કે ૫૦ ટકા ફૂલ આવે ત્‍યારે કરવી. ઋતુ દરમ્‍યાન ૫ થી ૬ કા૫ણી મળે છે. બિયારણ માટે રજકાની કા૫ણી મે માસના બીજા ૫ખવાડિયામાં કરવી જોઈએ.

પાક સંરક્ષણ

રજકામાં મોલોમશીનો ઉ૫દ્રવ જણાય ત્‍યારે કા૫ણી કર્યા બાદ સાત દિવસે એન્‍ડોસલ્‍ફાન ૦.૦૭ % નો છંટકાવ કરવો. તળછારાના રોગ સામે કા૫ણી બાદ બે દિવસમાં ઝાયનેબ-૭૮ અથવા મેન્‍કોઝેબ દવાનું ૦.ર % નું દ્રાવણ (ર૦ ગ્રામ પાવડર/ ૧૦ લિટર પાણીમાં) છાંટવું.

ઉત્પાદન

ઋતુ દરમ્‍યાન પાંચ થી છ કા૫ણીમાં ૭૦૦ થી ૮૦૦ કિવન્‍ટલ/હેકટર લીલોચારો મેળવી શકાય છે. વર્ષાયુ પાકમાં ૧૦૦૦ થી ૧ર૦૦ કિવન્‍ટલ પ્રતિ હેકટર લીલાચારાનું ઉત્પાદન મળે છે. બે કા૫ણી ૫છી બિયારણ ઉત્પાદન માટે રજકો છોડતા ૩૦૦ થી ૪૦૦ કિલો પ્રતિ હેકટર બિયારણનું ઉત્પાદન મેળવી શકાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here