ખેડૂતમિત્રો આજે અમે તમને જણાવીશું જામફળની ખેતી વિષે જામફળનું વાવેતર કેવી રીતે કરવામાં આવે છે.
હવામાન અને જમીન
ઓછો વરસાદ અને સુકુ હવામાન જામફળ પાકને વધુ માફક આવે છે.જામફળ સામાન્ય રીતે દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ ભારે પ્રતવાળી જમીન કરતા હળવી પ્રતવાળી જમીન તેને વધુ માફક આવે છે.વધુ ઉત્પાદન અને સારી જાતના ફળ માટે કાંપવાળી,મધ્યમ કાળી તેમજ નિતારવાળી જમીન વધુ સારી રહે છે.

રોપણી ક્યારે કરવી

જામફળના છોડની રોપણી માટેનો ઉત્તમ સમય ચોમાસાની ઋતુમાં જૂન-જુલાઈ ગણાય છે. બે છોડ વચ્ચે ૬×૬ મીટર અંતર રાખવામાં આવે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં મે માસમાં ૬૦×૬૦ સે.મી. માપના ખાડા ખોદી ૧૦ કી.ગ્રા. છાણીયુ ખાતર માટી સાથે ભેળવી ચોમાસાની શરૂવાતમા પુરી દેવા.રોપણી બાદ કલમને ટેકો આપવો અને ઉછેર માટે કાળજી લેવી.

ખાતર

જામફળના પાક માટે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન,૨૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ તત્વોની જરૂરિયાત રહે છે.ઉપરોકત તત્વો મેળવવા રાસાયણીક તેમજ સેન્દ્રીય બન્ને પ્રકારના ખાતરો વાપરવા જોઈએ. જામફળના પાકમા જસત અને લોહ તત્વની ખામી જોવા મળે છે જેથી જસતની ખામી નિવારવા છોડ દીઠ ૨૫૦ ગ્રામ બજારમાં મળતુ ઝીંક સલ્ફેટ અન્ય ખાતરો સાથે આપવુ જ્યારે લોહતત્વ ની ખામી દૂર કરવા ૧૦૦ લીટર પાણીમાં ૫૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

પિયતનો સમય

જામફળના ઉછરતા છોડને ભેજનું પ્રમાણ ખાસ જળવાઈ રહે તે માટે શિયાળામા ૧૨ થી ૧૫ દિવસે અને ઉનાળામાં થી ૧૦ દિવસે પિયત આપવુ.જ્યારે ફળાઉ ઝાડને ફેબ્રુઆરી થી જૂન સુધી આરામ આપ્યા બાદ બહારની માવજત પછી તરત પાણી આપવુ.

આંતરપાકો પણ લઇ શકાય

શરૂઆતમા ૩થી વર્ષ દરમિયાન ફાજલ જમીનમાં ટુંકા ગાળાના શાકભાજીના પાકો ફુલેવર, કોબીજ, ભીંડા, ગુવાર, ટામેટા, રીંગણ, ચોળી વાવી શકાય છે.

જાંબુની વૈજ્ઞાનિક ખેતી વિષે જાણવા અહીં ક્લિક કરો 

આંતરખેડ અને નિંદામણ

જામફળનો પાક શરૂવાતમા એક થી બે વર્ષનો હોય ત્યારે નીંદણમુક્ત રાખવો જેથી જામફળના છોડને શરૂવાતમા સારું પોષણ મળે અને સારો વિકાસ થાય.છોડ નાના હોય ત્યાં સુધી બે હાર વચ્ચે દાંતી અથવા મીની ટ્રેક્ટર ચલાવીને આંતરખેડ તથા ગોડ કરતા રહેવુ જેથી છોડને હવા તથા સૂર્યપ્રકાશ મળી રહે, નિંદામણનો પ્રશ્ન હલ કરી શકાય.

ફળો ક્યારે ઉતારવા

જામફળ જ્યારે લીલા રંગમાંથી આછા પીળા રંગના થાય તે સમયે ફળ ઉતારવામાં આવે છે.જામફળની કલમો રોપ્યા બાદ વર્ષ બાદ ફળો ઉતરવાની શરૂઆત થાય છે. સારા પાકવાલાયક ફળોને ઉતાર્યા બાદ છાંયડામા એકઠા કરી કદ, રંગ તેમજ થયેલ ઈજા પ્રમાણે વર્ગીકરણ કર્યા બાદ ટોપલીમાં વ્યવસ્થિત કરીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા.

ઉત્પાદન 

સારી માવજતથી ઉછરેલ ઝાડ ૩૦ થી ૪૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે.પરંતુ ૨૦ વર્ષ સુધી તો જામફળનું ઝાડ ઉત્પાદન આપે છે.જામફળમા અંદાજે ઝાડ દીઠ ઉત્પાદન ૫૦ થી ૭૫ કી. ગ્રા. મળે છે. સારી માવજત થી હેક્ટરે ૨૦ ટન જેટલુ ઉત્પાદન મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here