હાલમાં ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યાં છે. આ પ્રકારની ખેતીમાં ખેડૂતને સારો અને ઉત્તમ ગુણવત્તાવાળો પાક મળે છે. આ ઉપરાંત તેમની મહામુલી જમીનને નુકસાન થતું ઉલટાનું જમીન ફળદ્રુપ બને છે. સજીવ ખેતીમાં તૈયાર થયેલા પાકનો ભાવ પણ પોષણ કામ મળી રહે છે અને ખેડૂતે બજારમાં રસાયણીક ખાતર ખરીદવાની ઝંઝટમાંથી મૂકિત મળે છે. કુદરતી પેદાશોમાંથી જ ખેડૂત ખાતર બનાવી ઉત્તમ પાક લઈ શકે છે.આ જ રીતે સજીવ ખેતી કરી રહેલા બારડોલી વિસ્તારના એક ખેડૂતે ધાણાની ખેતી કરી છે. જેમાં તેઓને સારીએવી આવક પણ મળી રહી છે. સાવ નહીંવત ખર્ચે કરેલી આ ખેતીમાં તેમને સારી આવક મળતાં તેઓ આર્થિક રીતે પણ સદ્ધર થયાં છે. ત્યારે આવો આપણે તેમણે ધાણાની ખેતી કેવી રીતે કરી તે વિશે જાણીએ.

જમીન

ધાણાની ખેતી માટે રેતાળ ગોરાડુ જમીન, નદીકાંઠાની ફળદ્રુપ જમીન પર આ પાક સારામાં સારો લઈ શકાય છે.

વાવેતર

ઘાણાની ખેતી માટેનું વાવેતર નવેમ્બરથી જાન્યુઆરીના સમય દરમિયાન કરવામાં આવે છે. અને જો જુલાઈથી ઓકટોબર તથા ફેબ્રુઆરીથી એપ્રિલમાં ૪૦થી ૫૦ ટકા વાળી નેટમાં કરી શકાય છે. બીજ ઉગવામાં મદદરૂપ થાય તે માટે માર્ચ મહિનામાં આશરે અડધો ઈચ લીફ મોલ્ડ કમ્પોસ્ટનું મિક્ષ્ચર  કરવું.

બીજ

વાવણી માટે બીજ દર પ્રતિ એકરે ૫થી ૬ કિલો રોપવામાં આવે છે.

વાવણીનું અંતર

ધાણાની વાવણીની બે હાર વરચે ૯ ઈચ અને બે છોડ વરચે ૧થી બે ઈચ બીજને ખુંપીને વાવણી કરી શકાય છે. તેમજ પિયત ૧૨થી પંદર દિવસે આપવામાં આવે છે. પાયામાં ૪છથી ૬ ટન કમ્પોસ્ટ છાણીયું ખાતર આપવામાં આવે છે. પૂર્તિમાં ૨૫ દિવસે ૫૦૦ કિલો વર્મીકમ્પોસ્ટ ખાતર નાંખવું.

આંતર ખેડ તથા નિંદામણ

ધાણાના પાક લેતી વખતે આંતર ખેડ અને નિંદર બેથી ત્રણ વખત કરવું પડે છે. ધાણાનો પાક ૪૦થી ૪૨ દિવસે પહેલો વાઢ મળે છે. ૭૫ દિવસે બીજો વાઢ લેવો અથવા છોડ ઉપાડી લેવો. બીજ માટે ૩થી ૩.૫ મહિને પાક તૈયાર થાય છે. નવેમ્બર માસમાં જો ધાણાનું વાવેતર કર્યુ હોય તો ૯૦ દિવસે ત્રીજો વાઢ મળે છે. ધાણાનો પાક તૈયાર થયા બાદ તેની નાની ઝૂડી બનાવી ભીના કંતાનમાં લપેટીને બજારમાં મોકલવામાં આવે છે. ૪૦ દિવસે ધાણા કાપી લેવા, કારણ કે તે પછી ધાણા થોડા શ્યામ પડી જાય છે, પાન પીળા થઈ જાય છે અને રેસા પણ વધી જાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here