તકમરિયાં એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.

 

ઉનાળામાં પડતી ગરમીમાં ઠંડક મેળવવા આપણે વિવિધ ઠંડા ખાદ્ય પદાર્થો પર મારો ચલાવતા હોઈએ છે જેવા કે આઈસ્ક્રીમ, બરફનો ગોળો, વિવિધ ફળોના જયુસીસ, ફાલુદા, મોકટેઈલ, મિલ્કશેક, ફ્રેપે,આઈસ ટી વગેરે. આ બધામાં નાના-મોટા બધાને જ ફાલુદા તો પસંદ હશે જ અને બધાએ ખાધા પણ હશે. જેલી, સેવ, ઠંડું ફલેવર્ડ દુધ સાથે આઈસ્ક્રીમની મજામાં ફાલુદામાં વપરાતા જેલી જેવા બી તો યાદહશે જ. તે જેલી જેવા બી એટલે આપણા તકમરીયા. તેમાં રહેલ અેન્ટીઓક્સીડન્ટ ગણધર્મ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્સિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા વિટામીન્સના કારણે તેની ગણના સુપર ફુડ તરીકે થાય છે.

જાણીએ સુપર ફુડ તકમરીઆ વિશે –

1. પાચન સુધારે છે –

તકમરીયામાં રહેલ ફાઈબર પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે તેમજ તેનાથી પાચનક્રિયા ઝડપી થાય છે. તકમરીયા ડિટોક્સીફીકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ટેબલસ્પુન બી નાખી વાપરવાથી પાચન સુધરે છે.

2. એનિમિયા માટે રામબાણ ઈલાજ છે –

એનિમિયા એટલે શરીરમાંના રક્તકણોની એવી સ્થિતિ જેમાં તેઓ શરીર માટે પુરતું ઓક્સિજનનું પરિવહન કરવામાં અક્ષમ બને છે. જે શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે. આ પરિસ્થિતિ અનેક કારણોથી થઈ શકે છે પરંતુ મુખ્યપણે શરીરમાં આયર્નની ઉણપ થી થતી હોય છે. આ એમિનિયા સામે તમે સુપર ન્યુટ્રીશનથી ભરપુર એવા તકમરીયાની મદદથી લડી શકો છો. કારણકે તકમરીયા છે આયર્ન થી ભરપુર સ્ત્રોત. તેનાથી બ્લડ કાઉન્ટ પણ વધે છે. 2 ટેબલસ્પુન બીથી દરરોજની જરૂરિયાતનું 12 ટકા આયર્ન શરીરને મળી રહેશે

3. ઉર્જા પુરી પાડે છે –

તકમરીયા પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પ્ન થાય છે. વધારામાં, તે વિવિધ વિટામીન્સ અને મિનરલ્સથી ભરપર હોવાથી તે તમને આખો દિવસ સ્ફુર્તિમય રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલીઝમ રેટ પણ વધારે છે.એક અભ્યાસમુજબ તકમરીયાના રોજિંદા વપરાશથી કોઈ સાઈડ ઈફેક્ટ વિના તમારી એક્સરસાઈઝ ના પર્ફોમન્સમાં સુધાર આવે છે.

4.બલ્ડ સુગરને નિયંત્રિત કરે છે. –

એક સર્વે મુજબ તકમરીયામાં રહેલ પ્રોટીનને કારણે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સના પાચનની ક્રિયા મંદ પાડે છે જે ટાઈપ ટુ ડાયાબિટીશના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તેમજ તકમરીયા લોહીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટાડે છે જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે. રોજ 1-2 ટેબલસ્પુન તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે.

5. ખોરાક ધટાડે છે –

વજન ઘટાડવા માટે રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ એ સારી બાબત છે. ખુબ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયાને પાણીમાં ભીંજવતા તે જેલ વાળા બીમાં પરિવર્તિત થાય છે જે આકાર અને વજનમાં પણ વધે છે. જેનાથી પેટ જલ્દી ભરાય છે અને ઓછું ખવાય છે. તે સાથે જ તકમરીયામાં રહેલ પ્રોટીન પણ ખોરાક ઘટાડવામાં મદદ કરે છે. જયારે જરૂરી ફેટી એસિડ મેટાબોલીઝમ વધારે છે. જેથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. સલાડ, સુપ, યોગર્ટ, સ્મુથી કે કોઈ શાકભાજી સાથે ભેળવી રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ કરી શકાય.ૉ

6. એજીંગ પ્રોસેસ મંદ કરે છે –

તકમરીયા એક સારું અેન્ટી-એજીંગ ફુડ છે. જે ત્વચા, વાળ અને નખનું સૌંદર્ય વધારે છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મને કારણે તકમરીયા પ્રિમેચ્યોર એજીંગ સામે રક્ષણ આપે છે તો તેમાં ઓમેગા 3 એસિડ કરચલીઓ, એજ સ્પોટસ વગેરે ત્વચાની સમસ્યાને નિવારી, ત્વચાને પોષણ આપે છે.

7. મુડ ડિસઓર્ડરથી રાહત આપે છે –

તરમરીયામાં રહેલ ઓમેગા 3 એસિડ ડિપ્રેશન તેમજ અન્ય મુડ ડિસઓર્ડર સામે લડવામાંમદદ કરે છે. માટે જ ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, એન્ઝાયટી, સ્ટ્રેસ તેમજ અન્ય મુડ અને બિહેવિયરલ ડિસઓર્ડરથી પીડિત લોકોના રોજિંદા ખોરાકમાં તકમરીયાનો સમાવેશ કરવો જ જોઈએ. તે સિવાય પણ તકમરીયાનો ઉપયોગ કરવાથી મગજ ને શક્તિ મળે છે અને એકાગ્રતા વધે છે.

8. ઓસ્ટીઓપોરોસીસથી રક્ષણ આપે છે –

તકમરીયામાં કેલ્સિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે હાડકાને બટકતા અટકાવે છે અને ઓસ્ટીઓપોરોસીસનો ખતરો ઘટાડે છે. એ સિવાય આ બીમાં રહેલ ઓમેગા 3 એસિડથી બોર્ન મિનરલ ડેનસિટી વધે છે. સાંધાના દુઃખાવા, આર્થરાઈટીસ વગેરેમાં પણ રાહત આપવામાં મદદ કરે છે.

9. હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે –

તકમરીયા હૃદય માટે સારા હોય છે. ઓમેગા 3 અને ઓમેગા 6 એસિડથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે અને સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. એ સિવાય લોહીવાહિનીમાં જમા થયેલ પ્લાક ને ઘટાડે છે જેથી તમને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે. તકમરીયામાં રહેલ મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ્ય રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોક નો ખતરો ઘટે છે.

10. મગજની કાર્યપ્રણાલી સુધારે છે –

મગજની કાર્યપ્રણાલી સારી કરી, યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. ઓમેગા 3 મગજની નસોમાં જમા થયેલ પ્લાક ને સાફ કરે છે. જેથી મગજ સારી રીતે કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here