ઊધઈ એ એક બહુભોજી જીવાત છે. તે જમીનમાં રહી છોડના મૂળને કાપી ખાઈને નુકસાન કરે છે. ઘણી વખત કઠોળ પાકોમાં થડ પર માટીના પોપડા (ગેલેરી) બનાવી ઊધઈ તેમાં ભરાઈ રહી છોડના કાષ્ટમય ભાગો ખાઈને નુકસાન પહોંચાડે છે. ઊધઈથી ઉપદ્રવિત છોડ સુકાઈ જાય છે. ઊધઈને અટકાવવા માટે અગાઉના પાકના અવશેષો (જડીયાં, મૂળિયાં) વીણી લઈ તેનો યોગ્ય રીતે નિકાલ કરવો. સંપૂર્ણ કહોવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

દિવેલી, કણજી અને લીંબોળીના ખોળનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવાથી ઊધઈનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. બિયારણને કીટનાશક દવા (ક્લોરપાયરીફોસ ૮ મિલિ પ્રતિ કિલોબીજ) નો પટ આપી વાવણી કરવાથી ઊધઈ સામે રક્ષણ પૂરું પાડે છે.

ઊધઈનો ઉપદ્રવ વધારે રહેતો હોય તેવા ખેતરમાં જમીન તૈયાર કરતી વખતે ક્લોરપાયરીફોસ ૧.૫% ભૂકી (૨૫થી ૩૦ કિલો પ્રતિ હેક્ટર ) ભભરાવવી. ઊભા પાકમાં ઊધઈનો ઉપદ્રવ જણાય તો પિયતના પાણી સાથે અથવા રેતીમાં મિશ્ર કરીને ક્લોપાયરીફોસ ૨૦ ઈસી દવા હેકટરે ૨થી ૨.૫ લિટર પ્રમાણે આપવી. બિનપિયત વિસ્તારમાં દવાનું પ્રમાણ અડધું રાખવું.

બેબી કોર્ન નું વાવેતર કેવી રીતે અને ક્યારે કરવું ? જાણવા માટે અહીં ક્લિક કરો 

શક્ય હોય ત્યાં (તુવેર જેવા પાકમાં) પિયત પછીના દિવસે સ્પ્રેયરની નોઝલ કાઢી ક્લોરપાયરિફોસ ૨૦ ઈ.સી.(૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીનું દ્રાવણ છોડ પાસે જમીનમાં રેડવાથી ઊધઈનું નિયંત્રણ થઈ શકે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here