રાયણ મધ્યમ કદનું, ઘટાદાર સદાપર્ણી વૃક્ષ છે, જેનાં ફળ પણ સામાન્ય રીતે રાયણ તરીકે ઓળખાય છે. રાયણના વૃક્ષને થોડો સુકો વિસ્તાર પણ ઉગવા માટે માફક આવે છે. આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફુટની ઊંચાઇ સુધી વધી શકે છે.

રાયણના વૃક્ષની છાલ ચીકણી હોય છે. રાયણનાં ફળ કાચાં લીલા રંગનાં અને પાકી જાય ત્યારે પીળા રંગના હોય છે. રાયણના સુકાઇ ગયેલા ફળોને રાણકોકડી કહે છે. રાણકોકડીનો ઊપયોગ ફરાળ તરીકે પણ કરવામાં આવે છે. રાયણના ફળ ખૂબ જ પૌષ્ટિક છે. તેના ફળમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના તત્વો જોવા મળે છે.

 

પ્રતિ 100 ગ્રામ રાયણમાં આટલું વિટામિન રહેલું છે.
ભેજ – 68.6 %
કેલ્શિયમ – 83 મિલિગ્રામ
રિબોફ્લેવિન – 0.8 મિગ્રા
નાઇટ્રોજન – 0.5 મિગ્રા
ફોસ્ફરસ – 17 મિગ્રા
નીયાસીન – 0.7 મિગ્રા
કાર્બોહાઇડ્રેટ – 27.7 %
આયર્ન – 0.9 મિગ્રા
ચરબી – 2.4 %
થાયામીન – 0.07 મિગ્રા
વિટામિન સી – 16 મિગ્રા
શક્તિ- કેલરી – 134 કેલરી

રાયણ સ્વાસ્થ્ય માટે છે ખુબ ફાયદાકારક જાણો કેટલા ફાયદા થાય છે રાયણ ખાવાથી

  1. રાયણ સ્વાદે મીઠી સહેજ તૂરી તાસીરે ઠંડી પચવામાં ભારે , ચીકણી ઝાડાને બાંધનાર ત્રિદોષનાશક અને પથ્થ છે.તે બળપ્રદ અને પોષક છે.
  2. તરસ , મૂર્છામદ , ક્ષય , લોહી બગાડ , ડાયાબિટીસ , શુક્રક્ષય વગેરેમાં સારી છે.
  3. રાયણના પાનનો રસ પીવાથી શ્વેત પ્રદર મટે છે
  4. મોંના કાળા ડાઘદૂર કરવા રાયણના પાન દૂધમાં પીસી તેનો લેપ કરવો.
  5. રાયણનું દૂધ દાંતનો દુ:ખાવો મટાડે .
  6. રાયણનું બી ઘસીને વિંછીંના દંશ સ્થાને લગાડવાથી વિંછીંનું ઝેર નરમ પડે છે .

અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here