શરીર છે એટલે નાના મોટા ઋતુના પરિવર્તનને લીધે નાના મોટા રોગ આવે અને જાય પરંતુ જયારે વ્યક્તિ કેન્સરનું નામ સાંભળે ત્યારે એક જ વાત તેના મગજમાં આવે છે કે,  કેન્સર એટલે જિંદગી કેન્સલ. પરંતુ, ખરેખર જિંદગી ખતમ નથી થઈ જતી. પરંતુ અમુક સમયની સારવાર અને નિયમ મુજબ દવા અને ખોરાક દ્વારા કેન્સરને આરામથી હરાવી શકો છો, અને ફરી આરામદાયક જીવન જીવી શકો છો.

એક સમયે કેન્સર એક એવી બીમારી ગણાતી કે, જેનો કોઈ ઈલાજ હતો નહીં. જયારે કોઈપણ વ્યક્તિને જાણ થાય કે, કેન્સર થયું છે એટલે તે માનસિક રીતે ભાંગી જાય છે. કેન્સરને ગંભીર રોગ તરીકે ગણવામાં આવતો અને હાલ પણ એક અભણ વર્ગ માટે તે રોગ એટલે મહારોગ છે. કેન્સર એ કોઈ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર સો કરતાં પણ વધારે પ્રકારના હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે.

હાલના સમયમાં કેન્સર માટે અનેક પ્રકારના ઈલાજો અને દવાઓની શોધ થઈ ગઈ છે. સાયન્સ ઘણું આગળ નીકળી ગયું છે. આયુર્વેદ અને એલોપેથીક અનેક પ્રકારની દવાઓ દ્વારા સારવાર કરવામાં આવે છે. હાલ આપણે પપૈયાના પાંદડાની ચા પીવાથી કેન્સરનો નિકાલ કરી શકીએ છીએ.

પપૈયુ વધારે પડતાં બીમાર વ્યક્તિઓને ખાવામાં આપવામાં આવે છે. બોડીને ઘટાડવા માટે પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પપૈયાના પાંદડાની ચા દ્વારા કેન્સલ દુર કરી શકાય છે. પપૈયાના પાંદડાની ચા પાંચ અઠવાડિયામાં કેન્સર જેવી ગંભીર બીમારીને મૂળમાંથી દુર કરી શકે છે. પપૈયાના પાંદડાની ચા ત્રીજા સ્ટેજ અને ચોથા સ્ટેજના કેન્સરને માત્ર પાંત્રીસથી નેવું દિવસમાં પુર્ણ રીતે સુધારો કરી શકે છે.

કઈ રીતે પપૈયાના પાનનો ઉપયોગ કરવો

કેન્સરના દર્દીઓને દિવસમાં 3 થી 4 વખત પપૈયાના પાનની ચા પીવી જોઈએ. તો જાણો પપૈયાના પાનની ચા કેવી રીતે બને છે.

1. પપૈયાના 5 થી 7 પાનને પહેલા તડકામાં સારી રીતે સુકવી લો. પછી તેને નાના નાના ટુકડામાં તોડી લો. તમે 500 મી.લી. પાણીમાં થોડા પપૈયાના સુકાયેલા પાંદડા નાખીને સારી રીતે ઉકાળો. એટલા ઉકાળો કે તે અડધા રહી જાય. તેને 125 મી.લી. કરીને દિવસમાં 2 વખત પીવો. તમે દિવસમાં 3 થી 4 વખત પણ પી શકો છો. બીજું વધેલું પ્રવાહીને ફ્રીઝમાં રાખીને જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો. પણ ધ્યાન રાખવું કે તેને બીજીવાર ગરમ માં કરવું.

2. પપૈયાના 7 તાજા પાંદડા લો પછી તેને હાથથી સારી રીતે મસળી લો. હવે તેને 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. જયારે તે 250 મી.લી. વધે એટલે તેને ગાળીને 125 મી.લી. કરીને 2 વખતમાં એટલે કે સવાર સાંજ પી લો. આ પ્રયોગ તમે દિવસમાં 3 થી 4 વખત પણ કરી શકો છો.

પપૈયાના પાંદડાનો જેટલો વધુ ઉપયોગ તમે કરશો એટલો જ જલ્દી તમને ફાયદો મળશે, અને આ ચા પીવાના અડધા થી એક કલાક સુધી તમારે કઈ જ ખાવા પીવાનું નથી. પપૈયાના પાંદડાની ચા પાંચ અઠવાડિયામાં અસર બતાવવા લાગે છે. છતાં પણ ત્રણ મહિના સુધી ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ.

આ માહિતી બીજાને પણ શેર કરો જરૂરિયાતમંદ લોકોને મદદ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here