ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને તેમાં ખેડૂત ને ભગવાન માનવામાં આવે છે,પરંતુ આપણે જાણતા નથી કે તેમાં કેટલો પરસેવો પડવો પડે છે પરંતુ આ મશીન તેના માટે બની શકે છે વરદાન..

જયારે વાત ડુંગળીની વાવણીની આવે છે, તો આ ખુબ થાકી જવા વાળું કામ હોય છે. મોટી ખેતી વાળા ખેડૂતો માટે આ ખુબ સમસ્યાવાળું કામ થઇ જાય છે. સૌથી મોટું કારણ એ છે કે ડુંગળીની વાવણી કોઈ મશીન થી નહીં પણ હાથોથી કરવામાં આવે છે. જેમાં ખુબ મહેનત લાગે છે અને વધારે સમય ખરાબ થાય છે.

આ બધી સમસ્યાથી છુટકારો આપવા માટે પી એસ મોરે નામના એક ખેડૂતે સસ્તી અને અર્ધ સ્વસંચાલિત મશીન બનાવી છે, જેની મદદથી તમે ઓછા સમયમાં ડુંગળીની વાવણી કરી શકો છો. પી એસ મોરે એ ખેડૂતોની ભલાઈ માટે આ મશિનનું પેટેન્ટ કરાવ્યું નથી, સાથે સાથે બધાને આ મશીન બનાવવા અને વેચવાની અનુમતિ આપી દીધી છે. જેનાથી ખેડૂત ભાઈ સસ્તી કિંમત પર ખરીદી શકે.

નેશનલ ઇનોવેશન ફાઉંડેશને ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો અયોગ્ય ઉપયોગ અન્ય કામ કરવા કરી શકે નહિ તે માટે 2008 માં આનું પેટેન્ટ કરાવી નાખ્યું. 4 મજુર અને 1 ડ્રાયવરની મદદ થી આ મશીન દરરોજ 2.5 એકડમાં ડુંગળી ની વાવણી કરે છે. જયારે આ મશીન વગર પારંપરિક રીતે વાવણી કરવા પર લગભગ 100 મજુરની જરૂર પડશે. એટલે આ મશીનને લાગતો ખર્ચ 1 કે 2 દિવસની વાવણીમાં જ વસુલ કરી શકાય છે.

આના પછી તમારે આ મશીન બીજાને પણ ભાડે આપીને વધારાની કમાણી કરી શકો છો. આ મશીન દ્વારા યાંત્રિક નિંદામણ પણ દુર કરી શકાય છે, જેનાથી નિંદામણ પર ખર્ચની બચત થશે. ઉર્વરક ડ્રિલની સાથે આ મશીનની કિંમત 30 હજાર રૂપિયા છે, જયારે વગર આ ડ્રિલ ની આ 18 હજાર રૂપિયા ખર્ચમાં તૈયાર થઇ શકે છે.

આ મશીન ને 22-35 HP એટલે હોર્સપાવર ના ટ્રેકટરમાં લાગેલ 3 પોઇન્ટ દ્વારા જોડી શકાય છે, ખેતરોમાં ટ્રેકટરની ગતિ 1 થી 1.5 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવે છે. જયારે ટ્રેકટર આગળ વધે છે તો સ્કેલ સિસ્ટમ એટલે માપક પ્રણાલી દ્વારા ફર્ટિલાઇઝર ને ટ્યુબમાં મોકલે છે.

આ મશીનમાં એક ખેડાણની ફ્રેમ, ફર્ટિલાઇઝર બોક્સ, ઉર્વરને વહેવા માટે નળીઓ, બીજ–છોડને રાખવા માટે ટ્રે, બે વ્હીલ્સ, ખાંચા ખેંચવા વાળા, બીજ છોડને નીચે લઇ જવા માટે ફિશલન પ્રણાલી અને ચાર લોકો સુધી બેસવાની જગ્યા, મશીનમાં છોડરોપણ કરતા પહેલા ખેતરનું ખેડાણ જરૂરી હોય છે. એક ક્યારી થી બીજી ક્યારી વચ્ચેનું અંતર 7 ઇંચની હોવુ જોઈએ, જયારે 2 છોડની વચ્ચેનું અંતર 3.5 ઇંચની  હોવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here