મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલના છ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સૌથી મોટા શે ફડેનના ડેન રીજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ ઇઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર (૩૭૦ MLD ) શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે. મુખ્યમંત્રી રૃપાણીએ આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું છે કે, ગુજરાત અને ઇઝરાયેલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોની અાવક ડબલ કરવા માટે શક્યતાઅો છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં 85 લાખ હેક્ટરમાં, રવી સિઝનમાં 35 લાખ હેક્ટર અને ઉનાળુ સિઝનમાં 15 લાખ હેક્ટરમાં જ વાવણી થાય છે. ગુજરાતમાં પાણીની સગવડ હોય તો ઉનાળું અને રવી સિઝનમાં પણ ખેડૂતો ખેતી કરી શકે છે. અા શક્યતાઅો તપાસવા રૂપાણી ઇઝરાયેલ ગયા છે. ગુજરાતમાં રૂપાણી સરકારનું ગટરના પાણીથી ખેતી કરવાનું અાયોજન છે.

શહેરોમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક

હવે ગુજરાત પણ ઇઝરાયેલના જ્ઞાાન- અનુભવ અને ટેકનોલોજીનો સહયોગ મેળવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી પાણીની કોઈ સમસ્યા ન રહે તેવું આયોજન કરશે. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત ૧૮૦૦ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. જુદા જુદા શહેરોમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ છે. આ જળ સંશાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરાશે. ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે.

૧૦ પ્લાન્ટ દરિયા કિનારે શરૂ કરાશે

જોડિયા પાસે ૧૦૦ MLD  ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત થવાનો છે ઉપરાંત અન્ય ૧૦ આવા પ્લાન્ટ દરિયા કિનારે શરૃ કરાશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના મહાનગરો અન વિકસી રહેલા નગરોમાં ઇઝરાયેલની આ વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ ટેકનોલોજી બહુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રિત અને ટ્રીટમેન્ટ કરીને પીવાના ઉપયોગ સિવાય પુન: વપરાશ શકે. તેઓએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રણી મેકોશેટ કંપનીના અધિકારીઓ સાતે વોટર મેનેજમેન્ટની ટેકનોલોજી અને મેનેજમેન્ટ અંગેની જાણકારી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here