રાજસ્થાનના બારા જિલ્લામાં બમોરિકલા ગામમાં રહેવા વાળા 19 વર્ષના યુવક રોજ નવા આવિષ્કાર કરવામાં જોડાયેલો છે. થોડા સમય પહેલા યુવકે રિમોટ થી ટ્રેકટર ચલાવવાનું કારનામુ કરી નાખ્યું છે. નાનકડી ઉંમરમાં આ યુવકે પોતાની લગન થી 27 થી વધારે આવિષ્કાર કાર્ય છે. યોગેશ નાગર ના આવિષ્કારો ને જોઈને આઈઆઈટીયન પણ ચકિત રહી જશે. કોણ છે યોગેશ નાગરયોગેશ નાગર વર્તમાન માં બીએસસી (મેથ્સ) પહેલા વર્ષમાં વિધાર્થી છે. યોગેશની માંતાજી શીલા નાગર હાઉસ વાઈફ છે, તો પિતા રામબાબુ નાગર 15 વીઘા ની જમીન પર ખેતી કરીને પરિવારનું પાલન કરી રહ્યા છે.પિતાની મદદ માટે બનાવ્યું

યોગેશે જણાવ્યું કે ઘરમાં ખેતી માટે એક ટ્રેકટર છે. ટ્રેકટર ચલાવતી વખતે પપ્પા ને પેટમાં દુખાવો રહેવા થી પિતા પરેશાન રહેવા લાગ્યા, આનાથી ખેતી પર સંકટ આવવા લાગ્યું આને જોતા ભણતરની સાથે સાથે પિતાની મદદ કરવાનો વિચાર રાખીને આવિષ્કાર પર કામ કરવાનું શરુ કરી નાખ્યું. તેને રીમોટ ર્ઓપરેટીવ સિસ્ટમ ડેવલપ કર્યું છે. આનાથી ખેતરમાં એક જગ્યાએ બેસીને રીમોટ થી ટ્રેકટર ચલાવીને ખેતી કરવામાં આવે છે. ડ્રાઇવર વીના ટ્રેકટર ચાલતું જોઈને ગામ વાળા પણ ચકિત રહી ગયા.

આ પહેલા પંજાબ માં ,મોગા માં પણ વિધાર્થીઓ એ મોબાઇલ થી ઓપરેટ થવા વાળું કંટ્રોલર બનાવ્યું હતું. જેના મદદ થી ટ્રેકટર ને મોબાઈલથી ચલાવી શકાય છે. આનો દાવો એ છે કે તમે ટ્રેકટર ને કોઈ અન્ય દેશમાં બેસી ને પણ ઓપરેટ કરી શકો છો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here