આજે તમને દુનિયાના સૌથી મોંઘા છોડ વિશે જાણકારી મળશે. આ છોડ એટલો મોંઘો છે કે તેની કીમતનું અનુમાન તમે લગાવી ન શકો. આ છોડને સમયસર કાપવો પણ પડે છે કારણ કે તે ખૂબ ઝડપથી વિકસે છે. આ છોડનો ઉપયોગ શાક બનાવવાથી માંડી અને અથાણા બનાવવા સુધી કરવામાં આવે છે. આ છોડનું નામ છે હોપ શૂટ્સ અને તેની કીમત છે 1000 યૂરો એટલે કે 82,000 હજાર રૂપિયા પ્રતિ કિલો. આ છોડની કીમત સૌથી વધારેહોવા છતા તેની માંગ ખૂબ વધારે છે.

દુનિયાભરમાં અનેક પ્રકારના શાકભાજી મળે છે. પરંતુ દુનિયાનો સૌથી મોંઘો છોડ ભારતના હિમાચલ ક્ષેત્રમાં જ થાય છે. કેટલાક લોકો તેને સ્પંજ મશરૂમ તરીકે પણ ઓળખે છે. આ છોડની ડાળખી શતાવરી જેવી દેખાય છે. આ ડાળખીઓમાંથી શાક બનાવી શકાય છે. કેટલાક લોકો તેનું અથાણું બનાવીને પણ તેનો ઉપયોગ કરે છે. આ છોડમાં ફૂલ પણ હોય છે જેનો સ્વાદ તીખો હોય છે.

જર્મની, બ્રિટન જેવા અનેક દેશોમાં તેની ખેતી કરવામાં આવે છે. તેને જંગલમાં ઉગાડવામાં આવે છે અને તે વસંત ઋતુમાંજ થાય છે. આ છોડને સૂર્ય પ્રકાશની જરૂર પડતી નથી. તેમાં ઓષધીય ગુણ હોવાની સાથે વિટામીન બી, સી, ડી સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ભારતની બહાર આ છોડ 30થી 40 હજાર રૂપિયામાં વેંચાતા હોય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here