સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ફેમિલી ફાર્મર અભિયાન શરુ કરાયું છે. આઝાદી પહેલા તે સમયના 33 કરોડ લોકો માટે આપરે અન્ન પુરવઠો પુરો પાડવામાટે વિદેશોથી અન્નની આયાત કરવી પડતી હતી. આપણો દેશ આઝાદ થયા પછી દેશની સરકાર દ્વારા ખેતીના વિકાસ માટે અનેક પ્રયાસો શ કયર્.િ ઉત્પાદન વધારવા માટે વિલાયતી ખાતર અને કેમિકલનો સહયોગ લેવામાં આવ્યો, ઉત્પાદન વધ્યું પણ વિલાયતી ખાતર અને કેમિકલથી જમીનમાં કુદરતી રીતે સંકળાયેલા અળસિયાનો નાશ થયો. જમીન વિલાયતી ખાતર અને દવાઓની વ્યસની બનવાથી ખાતર-દવા વગર ઉત્પાદન મેળવવું મુશ્કેલ બન્યુ. વિલાયતી ખાતર અને કેમિકલોવાળા ખોરાક માનવીનાં શરીરમાં પ્રવેશતા અનેક પ્રકારનાં રોગો ઉત્પન્ન થયા. વિલાયતી ખાતર અને કેમિલકથી મુક્તિ મળે અને ખેતીમાં ઉત્પાદન પણ મળે તેના માટે અનેક પ્રયાસો થયા પરંતુ સફળતા મળતી ન હતી. ગાય આધારિત બનેલા જીવામૃતમે એક ચમત્કાર સજર્યો છે. આ જીવામૃતમથી હજારો ખેડૂતો ખાતર અને દવા વગર પુરતા પ્રમાણમાં ઉત્પાદન મેળવતા થયા. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી બહમુખી ફાયદાઓ થઈ રહ્યા છે.

4માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત સાથે સત્તા પર આવેલી ભાજપ સરકારની બીજી ઈનીંગ પણ ગયા સપ્તાહે શરૂ થઈ ગઈ. પણ ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું હજુ સાકાર થયું નથી. અહીં આ મુદ્દે અનેકવાર લખાયું છે અને નવાં નુસખા પણ બતાવાયા છે. ઘણાં ખેડૂત મિત્રોએ તેમાં રસ પણ દર્શાવ્યો છે. સુરત સ્થિત સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના વડા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી આ જ દિશામાં નવું એક અભિયાન શરૂ કરી રહ્યા છે. પરિવારને રસાયણમુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાં અને પરિવારને તંદુરસ્ત રાખવા તેમને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો મળી શકે એ માટે ફેમિલી ફાર્મર અભિયાન શરૂ કરાઈ રહ્યું છે. જેમ આપણે ફેમિલી ડૉક્ટર હોય છે એ જ રીતે ફેમિલી ફાર્મર નક્કી કરવાનું આ અભિયાન છે.

મૂળ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ઉતેજન આપવા આ અભિયાન શરૂ કરાઈ રહ્યું છે. આપણે ત્યાં પહેલાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી થતી હતી. કૃષિ ઉત્પાદન વધારવા આ બન્નેનો આડેધડ ઉપયોગ કરવાનું શરૂ કરાયું. પરિણામે જમીન સાથે જોડાયેલા અળસિયાનો નાશ થયો અને જમીનની ગુણવત્તા બગડી. પરિણામે પાકની ગુણવત્તા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ પણ વધ્યું. આથી મનુષ્યમાં રોગનું પ્રમાણ વધ્યું અને તેની રોગપ્રતિકારક શક્તિ ઘટી.

આ દિશામાં પદ્મશ્રી સુભાષ પાલેકરે બહુ કામ કર્યું છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલાં જીવામૃતમને પાણી સાથે જમીનને આપવાથી જમીનમાં મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તેને કારણે ખેડૂતોનું ઉત્પાદન વધ્યું. પ્રાકૃતિક ખેતીથી ખર્ચ તો ઘટે જ છે પણ સાથે સાથે ઉત્પાદન પણ વધે છે. પાણીનો બચાવ થાય છે. ગાય આધારિત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે. લોકોને રસાયણમુક્ત ખોરાક મળે છે.

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત આપવાથી પેદા થતાં અળસિયા જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે 15 ફૂટ ઊંડે છીદ્રો પાડે છે અને બીજા છીદ્રો દ્વારા બહાર નીકળે છે. અળસિયા જમીનને ઉપજાઉ બનાવે છે 6 ઈંચ વરસાદ પડે તો પણ ખેતરોમાં સંખ્યાબદ્ધ છીદ્રો હોવાથી પાણી જમીનમાં ઉતરી જાય છે. આથી જળસંચયનું પણ કામ થાય છે. જીવામૃત પણ ગાય આધારિત જ છે. ભૂતાનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને પ્રવેશ જ નથી. આખા દેશમાં પ્રાકૃતિક ખેતી થાય છે. ત્યાં કોઈને કેન્સર નથી.

ફેમિલી ફાર્મર અભિયાનમાં જેને આ ખેતીનો લાભ લેવો હોય તેણે www.familyfarmerabhiyan.com પર જઈને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમની યાદી જોવી. તમને અનુકૂળ હોય તે ખેડૂતની પસંદગી કરવી. તેની સાથે કરાર પણ કરી શકાશે. ખેડૂત તેના ખેતરમાં આ ખેતી કેવી રીતે થાય છે, જીવામૃતમ કેવી રીતે બને, તેની પધ્ધતિ, પાકના ઉત્પાદનની વૃદ્ધિ, પાકનું પેકિંગ વગેરે મોબાઈલ ફોન દ્વારા જ જોવા મળે છે.

મથુરભાઈનો આ પ્રયાસ તેમના જળસંચયની જેમ સફળ થશે તો કૃષિ ક્ષેત્રે વધુ એક ક્રાંતિ આવશે. ફેમિલી ફાર્મર અભિયાનમાં એકસાથે ત્રણ નિશાન પાર પડશે. જમીનની ગુણવત્તા સુધરશે, કૃષિ ઉત્પાદન વધશે અને લોકોને આરોગ્યપ્રદ અનાજ મળશે. આ ઉપરાંત ગૌસેવા થશે એ તો નફામાં. એક બાજુ ઘટતી જમીન, બીજી બાજુ પાણીની તંગી, અને ત્રીજી બાજુ ખેડૂતોની આવક બમણી કરવાની મથામણ. આ બધામાં ફેમિલી ફાર્મર અભિયાન આશીર્વાદરુપ થઈ શકે તેમ છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here