જો ભોજન સાથે છાશ નિયમિત રીતે પીવામાં આવે તો આપણા શરીરમાં જે ઝેરી તત્વો હોય એને બહાર નીકાળવામાં મદદ મળે છે. જો ઉનાળાની વાત કરીયે તો ગરમીમાં તો છાશ ખરેખર અમૃતનું જ કામ કરે છે. છાશ એક પ્રકારનું પીણું છે કે જેનાથી શક્તિ મળેછે અને તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. છાશથી આપણા આંતરડાંને બળ મળે છે અને તેનાથી આપણું પાચન સુધરે છે. છાશ ઝડપથી પચી જાય એવી હોય છે. છાશ પિત્તને શાંત કરવાનું કાર્ય કરે છે. જેમની પ્રકૃતિ પિત્તવાળી હોય કે પિત્ત વિકારમાં પણ છાશ ઘણી જ ફાયદાકારક હોય છે. તો આજે આપણે આ લેખમાં છાશ પીવાથી થતા ફાયદાઓ વિષે જાણીશું અને કેવી છાશ પીવાથી ફાયદો થાય એ પણ અમે તમને જણાવીશું:

* છાશ કેવી પીવી જોઈએ ? ખાટી છાશ સારી કેવાય કે મોળી?

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે છાશ મોળી જ સારી કહેવાય. જો સાવ મોળા દહીંમાંથી જ છાશ બનાવવામાં આવે તો તે છાસ કાચી કહેવાય છે અને તેનાથી કફ પણ થતો હોય છે, જો વધારે પડતી છાશ ખાટી થઈ ગઈ હોય તો એનાથી પિત્ત થાય છે. સામાન્ય રીતે થોડી ખાટી એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.

* છાશ પાતળી સારી કહેવાય કે જાડી?

દહીંમાં કેટલી માત્રામાં પાણી નાખવું જોઈએ , કેટલાક લોકો એવું કહેતા હોય છે કે અમે તો ગાઢી છાશનો જ ઉપયોગ કરીયે છીએ, એવી ચશ્મા વધારે માત્રામાં કેલ્શિયમ અને દહીંના ગુણો શરીરને પ્રાપ્ત થાય છે. પરંતુ દહીંમાં એકદમ ઓછું પાણી અથવા તો સેજ પણ પાણી ના નાખીએ અને એવી છાશ પીવામાં આવે તો તે છાસથી કફ થાય છે. જો તમને રોજ જમ્યા બાદ છાશ પીવાની ટેવ હોય તો દહીંમાં ચોથા ભાગનું પાણી ઉમેરીને માખણ કાઢી લેવું ને પછી જે છાશ બનાવી હોય પીવી જોઈએ. આ છાશ રોગોથી બચાવે એવી હોય છે.

* ગાયના દૂધમાંથી બનાવેલી છાશ ગણાય બેસ્ટ

જો ગાયના દૂધમાંથી છાસ બનાવવામાં આવે તો છાશ સૌથી વધારે ફાયદો કરે એવી હોય છે. જો છાશ પીવામાં આવે તો ઘણા રોગો આપણા શરીરમાં પ્રવેશી શકતા નથી અને ઘણા રોગો તો સાવ દૂર જ થઇ જાય અને પછી થતા નથી.

* આંતરડા રહે છે હેલ્ધી

છાશ ત્રિદોષનાશક ગણાય છે અને છાસનો ઉપયોગ આંતરડાંના કોઈ પણ દર્દમાં કરી શકાય છે. છાસથી કબજિયાત દૂર રહે છે. છાશ પીવાથી સોજો, હરસ, ગ્રહણી, મૂત્રાવરોધ, મરડો, પાંડુરોગ, મંદાગ્નિ, ઝાડા અને આંતરડાંની નબળાઈ પણ દૂર થઇ જાય છે.

* પેટના રોગો થાય છે દૂર

પેટને લગતા રોગો માટે છાશ આશીર્વાદ રૂપ ગણાય છે પેટની કેટલીક સમસ્યાઓ જેવી કે અપચો, કબજિયાત વગેરે આ તકલીફોમાં તો દિવસ દરમિયાન 3 થી 4 વખત છાશ પી શકાય છે.

* શરીરને પ્રાપ્ત થાય છે ઠંડક

જો છાશ પીવામાં આવે તો આપણા શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે અને તેથી જ ઉનાળામાં દરેક વ્યક્તિ છાશનો ઉપયોગ કરે જ છે, છાશ આપણા વાળ અને આંખોને ઘણો જ ફાયદો આપે છે.

જો ભોજન જોડે છાશ પીવામાં આવે તો ભોજન ઝડપથી અને સરળતાથી પચે છે અને આપણા શરીરને પોષણ પણ વધારે પ્રાપ્ત થાય છે. જો છાશમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવામાં આવે તો તેનાથી તો જોરદારની અસર થાય છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા હોય છે અને તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે પણ કોઈ દિવસ બહાર મળતી લસ્સી ના પીવી જોઈએ કારણકે તેવી લસ્સી પીવાથી આપણા શરીરમાં કેલરીનું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં સ્થૂળતા વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here