સામાન્ય રીતે ચોમાસની સીઝનમાં રાવણા(જાંબુ) જોવા મલતા હોઈ છે. જેને જોઈને સૌના મોમાં પાણી આવી જતું હોઈ છે. વષૉરૂતુ શરૂ થતાંની સાથે જ રાવણા જાંબુ રાજકોટની બજારમાં ઢગલાં મોઢે આવવાનું શરૂ થતાં લોકો પણ જાંબુ અને ખારેકની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. જો કે, જાંબુ અને ખારેકની સિઝન શરૂ જ થઇ હોવાથી માંગની સાથે ભાવ પણ ખુબ વધારે છે. ઉનાળામાં સામાન્ય રીતે લોકો કેરી વધુ ખાતા હોય છે પણ જાંબુ માં પણ રહેલા છે ઔષધિય ગુણો. આમ તો જાંબુ એ ડાયાબિટિશ ના દર્દી માટે પારંપરિક ઔષધ છે. જાંબુ ની છાલ, ગર્ભ અને ઠળિયા બધુંજ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

જાંબુ ના ઠળિયા નો ઉપયોગ કેવી રીતે કરવો? અને તેનાં ફાયદા :

જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા કેમકે તેના ઠળિયામાંથી જામ્બોલીન નામનું તત્વ મળી આવે છે જે સ્ટાર્ચને શર્કરામાં બદલતા રોકે છે. ઠળિયાનું ચુર્ણ બનાવીને રાખી મુકવું જોઈએ. દિવસમાં બે-ત્રણ વખત પાણીની સાથે ત્રણ ગ્રામની માત્રામાં સેવન કરવાથી મૂત્રમાં શુગરની માત્રા ઓછી થઈ જાય છે.

  • નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે. દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.

 

  • જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી સેવન કરવાથી તરત ફાયદો થાય છે અને આ ઉપાય અસરકારક છે.

  • નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો બાળકો માટે જાંબુનું સેવન લાભદાયી છે. સાથે ત્વચાને  સુંદર રાખવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ.
  • કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવાથી પરૂ બહાર નિકળી જાય છે અને કાનમાં દુખાવો રહેતો નથી.
  • વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનું ચૂર્ણ છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here