બાગાયતી ખેતી પદ્ધતિમાં સારી ગણાતી કાળા જાંબુની ખેતી ખેડૂતોને ઘણો ફાયદો કરાવી જાય છે

જાંબુ એક નિયમિત ફળ આપતું આખુ વર્ષ લીલું રહેતું અને મધ્યમથી વધુ ઉંચાઈ સુધી વધતું વૃક્ષ છે. જાંબુનું મૂળ વતન ભારત છે. જાંબુના પાકની ખેતી ભારત સિવાય બીજા ઘણા દેશો જેવા કે, ઈઝરાયેલ, વેસ્ટ ઈન્ડિઝ, પ‌શ્ચિ‌મ આફ્રિકા, થાયલેન્ડ, ફિલીપાઈન્સ તેમજ ઈન્ડોનેશીયામાં પણ થાય છે.

ભારતમાં ગુજરાતમાં પણ જાંબુનો માફક આવે છે. જાંબુના ફળ જાંબુડીયાથી કાળા કલરના આકર્ષક દેખાવના તથા સ્વાદે મીઠા હોય છે. તેના ફળના ઠળીયા, છાલ પાંદડા વગેરેનું ઔધિય મૂલ્ય ઘણું છે. તેનો ઉપયોગ દરાજ, મધપ્રમેહ, ઝાડા બંધ કરવા વગેરે રોગોમાં થાય છે અને જાંબુના પાન ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

હવામાન : જાંબુના ઝાડને ઉષ્ણકટિબંધ અને સમશીતોષણ કટિબંધમાં સારી રીતે ઉગાડી શકાય છે આ ઉપરાંત તે હીમાચલમાં ૧૩૦૦ મીટરની ઉંચાઈ સુધી ઉગતા જોવા મળે છે. ગુજરાતનું હવામાન જાંબુના પાક માટે ખુબ જ અનુકુળ છે. જાંબુને ફૂલ આવતી વખતે અને ફળ બેસતી વખતે સૂકા હવામાનની જરૂર પડે છે. સમશીતોષણ કટિબંધમાં વરસાદ વહેલો થાય તો તે ફળ પાકવામાં અને ફળના વિકાસ, કદ રંગ અને સ્વાદમાં ફાયદો થાય છે.

જમીન : જાંબુમાં કોઈ પ્રચલિત જાત નથી. જે તે વિસ્તારમાં જાંબુની સ્થાનિક જાતો પ્રચલિત છે. ગુજરાતમાં મોટા ફાળવણી પારસ જાત ખાસ્સી પ્રચલિત છે.

રોપણી : રોપણી કરતાં પહેલા જમીનને બરાબર ખોદી, ઢેફા ભાંગી પાંદડા- મૂળીયા વીણી સમતલ કરી ૯થી ૧૦ મીટર અંતરે ૧-૧-૧ મીટર કદના ખાડા ઉનાળામાં તૈયાર કરવા. ખાડા દીઠ ૭પ:૨પના પ્રમાણમાં ઉપરની માટી અને કોહવાયેલું છાણીયું ખાતર ઉમેરી ખાડો ભરી દેવો જુસ્સાદાર જાંબુની કલમ તથા રોપા લાવી ખાડાના મધ્ય ભાગમાં ચોમાસામાં જુલાઈ- ઓગસ્ટ માસમાં રોપણી કરવી. આજુબાજુ લાકડાના કટકાઓનો ટેકો કરી રોપણી કર્યા બાદ તુરંત જ પાણી આપવું.

ખાતર : જાંબુના એક છોડ દીઠ એક વર્ષમાં આશરે ૨૦ કિલો સારુ કોહવાયેલું છાણિયું ખાતર આપવું. ફળ આપતાં જાબુના ઝાડમાં તેની લંબાઈ તથા ઉમેરને અનુલક્ષીને છાણીયાં ખાતરનું પ્રમાણ વધારીને પ૦થી ૮૦ કિલો આપવું. જેફળ તથા ફૂલની વૃદ્ધિ અને વિકાસમાં અનન્ય વધારો કરે છે.

આંતરખેડ અને આંતરપાક : સામાન્ય રીતે જાંબુના ઝાડના શરૂઆતના તબક્કામાં ૮થી ૧૦ પિયત આવશ્યક છે. ફળની વિકાસ અવસ્થાએ જમીનમાં પુરતા ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુ માટે ૪થી ૬ પિયત આપવા જોઈએ.

કેળવણી અને છટણી : જાંબુના પાકમાં જમીનથી ૧-૧.પ મીટરની ઊંચાઈ સુધીમાં મુખ્ય ખડ સિવાય એક પણ ડાળ ફૂટવા દેવી જોઈઅ નહીં. સામાન્ય રીતે જાંબુમાં છટણી કરવામાં આવતી નથી. આમ છતાં સૂકાયેલી રોગગ્રસ્ત તથા એકબીજાને છેદતી ડાળીઓ દૂર કરવી જોઈએ.

ફળ અને ફૂલનું ફલન : બીજથી સંવર્ધન કરેલા જાંબુના ઝાડમાં રોપણીથી ૮થી ૧૦ વર્ષ તેમજ વાનસ્પતિક સંવર્ધનથી તૈયાર કરેલ જાંબુમાં ૪થી પ વર્ષ ફળ આવે છે. ઉત્તર ભારતમાં જાંબુના પાકમાં માર્ચના પહેલા અઠવાડીયાથી એપ્રિલ માસના અંત સુધીમાં ફળ આવે છે. જ્યારે ગુજરાતમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે અને ફૂલ આવ્યાથી આશરે ૩.પ માસમાં પરીપક્વ ફળ મળે છે. ફુલ આછા પીળા રંગના જોવા મળે છે.

ફળ ફૂલ અને ફૂલનું ખરણ : જાંબુમાં પ૦થી ૬૦ ટકા ફળ અને ફૂલ ખરી પડે છે. મહોર આવ્યા પછીના પથી ૮ અઠવાડીયામાં ઘણી સંખ્યામાં ફૂલોનું ખરણ થાય છે. જાંબુમાં આશરે ૧૦-૧પ ટકા ફૂલોમાંથી જ ફળ પરિપક્વ થાય છે. આથી થતા ફૂલ તથા ફલનું ખરણ અટકાવવા માટે જીબ્રેલીક એસીડ પ૦-૬૦ પીપીએમ દ્વાવણનો છંટકાવ મહોર આવે ત્યારે અને બીજો છંટકાવ ફળ ધારણ થયા પછી ૧પ દિવસે કરવો જોઈએ. વધુ છંટકાવ હિ‌તાવહ નથી. ૨.૪ ડી ૨પ પીપી એમના ઉપયોગથી બીજ વગરના જાંબુનું પળ પણ મેળવી શકાય છે.

ફળવણી : લીલા રંગમાંથી ઘાટા જાંબુડીયાથી કાળા રંગ ધારણ કરેલા પૂર્ણ વિકાસ પામેલા ફળ ઉતારવાલાયક ગણાય. ફળની વીણી દરમિયાન ફળને નુકસાન ન થાય તે માટે ઝાડ ઉપરથી અલગ અલગ અથવા ફળનું ઝુમખું હાથેથી તોડી એકઠા કરવામાં આવે છે. એક જ સમયે બધા ફળો પાકતા નથી. ૩-૪ વાળ ફળની વીણી કરાય છે.

ઉત્પાદન : બીજથી સંવર્ધી‍ત જાંબુમાં ફળનું ઉત્પાદન ઝાડ દીઠ ૮૦થી ૧૦૦ કિગ્રા મળે છે. જ્યારે વાનસ્પતિક સંવર્ધિ‌ત જાંબુમાં ફળનું ઉત્પાદન ઝાડ દીઠ ૬૦થી ૭૦ કિગ્રા મળે છે. પરંતુ વાનસ્પતિક સંવર્ધિ‌ત જાંબુના હેક્ટર દીઠ જાંબુના ઝાડની સંખ્યા વધુ હોય તો તેનું ઉત્પાદન બીજથી સંવધિત જાંબુ કરતાં વધુ જોવા મળે છે.

– બે પદ્ધતિથી થતું જાંબુનું સંવર્ધન

બીજ સંર્વધન : બીજથી સંવર્ધન કરેલા જાંબુમાં ફળ મોડા બેસે છે તેમજ ઉત્પાદન તથા ગુણવત્તામાં સાતત્ય જળવાતું ન હોવાથી બીજ સંવર્ધનની રીત સામાન્ય સંજોગોમાં ભલામણ કરવામાં આવતી નથી. બીજ સંવર્ધન પદ્ધતિમાં તાજા બીજનો ઉપયોગ કરવો જેથી તેનો ઉગાવો ૧૦-૧પ દિવસમાં થઈ શકે. જાંબુના આ રોપની ફેરરોપણી તરીકે ફેબ્રુઆરી- માર્ચમાં તેમજ મૂલકાંડ તરીકે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઉપયોગમાં થાય છે.

– જાંબુના પાકનું સંરક્ષણ

ફળ માખી : પાકા ફળમાં ઈયળ જોવા મળે છે. જેનું નિયંત્રણ ઉચાઈ વાળા ઝાડમાં મુશ્કેલ બને છે. જ્યારે ફળનો ઉપદ્રવ બગીચાની સ્વચ્છતાની જાળવણીથી થઈ શકે છે. અસરગ્રસ્ત ફળોને એકઠા કરી એક જગ્યાએ દાટી દેવાથી તેમજ અન્ય રીતે નાશ કરી ફળમાખીથી રક્ષણ મેળવી શકાય છે.

પાન ખાનારી ઈયળ : આ જીવાતો પાંદડાને કોરી કાય છે. તેનું નિયંત્રણ રોગ ૩૦ ઈસી ૧ ટકા અથવા મેલેથીયોન ૦.૧ ટકા દવા છંટકાવાથી થઈ શકે છે.

ફળોનો કહોવારો : આ રોગ ફૂગ દ્વારા થાય છે. કોહવાળાનો રોગ લાગેલ ફૂલ ચીમળાઈ જાય છે. પ્રભાવિત પાંદડાઓ ઉપર આછા ભૂરા અથવા લાલશ પડતાં ભૂરા રંગના ડાઘાઓ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ડાયથેન ઝેડ ૭૮ ના ૦.૦૨ ટકા દ્રાવણનો છંટકાવ કરવો અથવા બોર્ડો મિશ્રણ (૪:૪:પ૦)નો આ ઝાડ ઉપર છંટકાવ કરવો. આ ઉપરાંત પોપટ તથા ખિસકોલી ફળને નુકસાન કરે છે. જેનું નિયંત્રણ ગોફણથી ઘા મારી કરી શકાય છે. અથવા થાળી વગાડી અવાજ કરી પક્ષીઓ ભગાડી શકાય છે.

– વાનસ્પતિક સંવર્ધન

આંખ કલમથી સંવર્ધન : સંવર્ધનની આ પદ્ધતિ સરળ અને આર્થિ‌ક રીતે ફાયદાકારક છે. આ પદ્ધતિ એક વર્ષના જૂના તેમજ ૧૦-૧૨ મીમી જાડી ધરાવતાં મૂલકાંડ ઉપર અપનાવવામાં આવે છે. આ માટેનો ઉત્તમ સમય જુલાઈથી ઓગસ્ટ છે. આંખ કલમની જુદીજુદી રીતોમાં ટી-આકારની આંખ, થીંગડા જેવી આંક તથા ફેરકર્ટ પદ્ધતિ વધારે સફળ રહી છે.

સાદી ભેટ કલમ : સાદી ભેટ કલમ પદ્ધતિથી જાંબુનું સંવર્ધન કરી શાકય છે. આ માટે એક વર્ષનો રોપો કૂંડામાં તૈયાર કરી માત છોડ સાથે જૂન- જુલાઈમાં ભેટ કલમ કરવામાં આવે છે.

હવાદાબ કલમ : હવાદાબ કલમને ખૂંટી કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂંટી કલમ કરતી વખતે છાલ ઉતાર્યા બાદ આઈબીએ પ૦૦ પીપીને લીનોલીન પેસ્ટમાં ભેળીને ખૂટી બાંધવાથી વધારે સારુ પરિણામ મેળવી શકાય છે. ચોમાસાની તુમાં આ કલમ કરવી હિ‌તાવહ નથી.

કટકા કલમ : ૨૦-૨પ સેમી લાંબા મધ્યમ કઠણ જાંબુની ડાળીને ૨૦૦૦ પીપીએમ આઈબીએનું દ્રાવણ લગાડી આ કલમ કરવાથી વધુ સફળતા મેળવી શકાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here