honeydew-melon

ઉનાળાની સીઝનમાં કેરી મુખ્ય ફળ હોય છે. પરંતુ આ ઉપરાંત પાણીથી ભરપૂર ફળો જેમ કે તરબૂચ, સાકર ટેટીની માંગ પણ વધુ હોય છે. ઉનાળામાં તળબૂચ, ટેટી અને દ્રાક્ષ-કેરીની સૌથી વધારે ડિમાન્ડ રહે છે.

ટેટી ના ફાયદા

જો તમે પાણી પી શકતા ના હોય તો ટેટી ખાવી જોઇએ. કારણ કે ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. સાકર ટેટી શરીરમાં ઠંડક આપવાની સાથે જ બિમારીઓને પણ દૂર કરે છે. શાકર ટેટીમાં સૌથી વધુ પ્રમાણમાં પાણી રહેલું હોય છે. આ ઉપરાંત તે કિડનીને પણ સાફ રાખે છે. અને વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે.

આજે ટેટી ના ફાયદા વિશે જાણીને તમે દરરોજ ટેટી ખાવાનવું ચાલું કરી દેશો.

  1. હૃદય માટે ફાયદાકારક : હૃદય માટે ટેટી ખૂબ ફાયદાકારક છે. એને ખાવાથી હૃદયની બિમારીઓથી બચી શકાય છે. ટેટીમાં રહેલા એડનોસિન શરીરમાં લોહીને પાતળું કરે છે, જેનાથી લોહી જાડું થતાં બચી શકાય છે. એને ખાવાથી હાર્ટ અટેક, કાર્ડિયર અરેસ્ટ, સ્ટ્રોક વગેરેનું જોખમ ઓછું રહે છે.
  2. ડાયાબીટીસ :  સાકર ટેટીમાં ઘણાં પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ગંભીર બિમારીઓને દૂર કરવામાં મદદરુપ બને છે. ડાયાબીટીસ દર્દીઓ માટે સાકર ટેટી ખૂબ જ ફાયદાકારક ફળ છે. જેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબીટીસ પણ નિયંત્રણમાં રહે છે.
  3. વજન ઘટાડવા : સાકર ટેટીમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાના કારણે વજન વધવાનો ટેન્શન રહેતું નથી. તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા અધિક હોવાને કારણે શરીરમાં એનર્જી માટે મદદરુપ બને છે. અને તેને ખાવાથી પેટ પણ જલ્દી ભરાય જતું હોય છે.
  4. હાડકાં અને માંસપેશિઓને મજબૂત રાખે : ટેટીમાં રહેલું વિટામીન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનો નાશ કરે છે, જેનાથી વૃદ્ધ થવાની નિશાનીઓથી લાંબા સમય સુધી બચાવી શકાય છે. એનું સેવન કરવાથી હાડકાં અને માંસપેશિઓ મજબૂત રહે છે.
  5. આંખોની રોશની વધારે : મોટાભાગના લોકોનું માનવું છે કે પપૈયું ખાવાથી આંખોની રોશની બરોબર થાય છે. પરંતુ ટેટીમાં વિટામીન A અને વિટામીન C નું ભરપૂર પ્રમાણ હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. એને ખાવાથી આંખોની રેટીનાના માંસપેશીઓને મજબૂત બનાવે છે.
  6. કેન્સર : ટેટીમાં રહેલા ગુણો કેન્સર સામે લડવામાં મદદરુપ બને છે. તેથી શરીરમાં રહેલાં કેન્સરના મૂળ આપોઆપ નાશ પામે છે. આ ઉપરાંત પ્રોટીનના કારણે ત્વચા પણ સ્વસ્થ અને તરોતાજા રહે છે. કોલાજનની ઘાવને ભરવામાં પણ ટેટી ઉ૫યોગી છે.
  7. કિડની : સાકર ટેટીમાં ડાઇયુરેટીકની ક્ષમતા વધુ હોય છે. માટે કિડનીની બિમારીમાં ઘટાડો થાય છે. જો સાકર ટેટીના રસમાં લીંબુ નાખીને તેનુ સેવન કરવામાં આવે તો સંધીવાના અસહ્ય દુ:ખાવા જેવા રોગોમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.

કેશોદ ના પક્ષી પ્રેમી આ પટેલ ખેડૂત, ડાયાબીટીશ દુર કરતા કોઠીમ્બાથી કમાય છે લાખો…

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here