કિવિ ભલે બહુ લોકપ્રિય ફળ ન હોય પરંતુ તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળું કિવિ અંદરથી નરમ અને લીલા રંગનું હોય છે. તેની અંદર કાળા રંગના નાના-નાના બીજ પણ હોય છે. કિવિ ખાવાના અનેક ફાયદા છે.

ડેંગ્યૂથી બચાવશે આ ખાસ ફળ

ડેંગ્યૂનો રોગ એડીઝ ઇજિપ્ટી નામના મચ્છરના કરડવાથી થતો આ રોગ જીવલેણ હોઇ શકે છે. આ રોગના કારણે ભારે તાવ, માથાનો દુખાવો, શરીર તૂટવું, ઊલટી અને ચામડી પર લાલ દાણા જોવા મળે છે અને આ રોગથી ઘણી વખત વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. ડેંગ્યૂથી બચવા માટે તમને એક ખાસ ફળ મદદરૂપ સાબિત થઈ શકે છે અને આ ફળના આહારથી તમે હંમેશાં યુવાન પણ દેખાશો. આ ફળનું નામ કિવિ છે. કિવિમાં ઘણાં પ્રકારના વિટામિન્સ અને પોષકતત્ત્વો જોવા મળે છે. જેના કારણે ડેંગ્યૂ જેવા જીવલેણ રોગ સામે શરીરને લડવાની શક્તિ મળે છે.

ડેંગ્યૂના કારણે શરીરમાં બ્લડ પ્લેટિલેટ્સ સતત ઘટવા લાગે છે અને તેને ઠીક કરવામાં અને વધારવામાં કિવિ નામનું આ ફળ ખૂબ જ લાભદાયી છે. આ સિવાય કિવિ ખાવાથી શરીરને તાકાત મળે છે અને ડેંગ્યૂના રોગમાંથી જલદી બહાર પણ આવી શકાય છે. ડોક્ટર્સ પણ દર્દીઓને કિવિ ખાવાની સલાહ આપે છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવશે

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવિ ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. હૃદય સંબંધિત ઘણા રોગોમાં કિવિ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

એન્ટીઓક્સિડટન્ટ્સથી ભરપૂર
વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ પ્રકારના ચેપથી શરીરને રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવશે

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કિવિ ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો થાય છે. હૃદય સંબંધિત ઘણા રોગોમાં કિવિ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

સોજો ઘટાડવા માટે મદદરૂપ

કિવિમાં ઈન્ફ્લેમેટરી ગુણધર્મો જોવા મળે છે. આવા કિસ્સામાં જો તમને સંધિવાની ફરિયાદ હોય તો કિવિનું નિયમિતપણે સેવન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત, તે શરીરની આંતરિક ઈજા મટાડવા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

દહીં ખાઓ અને કોલેસ્ટરોલ (ચરબી ) ઘટાડો

કબજિયાતમાંથી રાહત માટે
કિવિમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. નિયમિત વપરાશથી કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત, કિવિમાં રહેલા ફાઈબરની હાજરીને કારણે પાચનક્રિયા પણ સારી રહે છે.
શરીરની સ્કિન પણ લાંબા સમયસુધી યુવાન અને મસ્ત રહે છે

કિવિમાં અનેક પ્રકારના વિટામિન્સ અને પોષકતત્ત્વો રહેલા છે અને તેને ખાવાથી શરીરની સ્કિન પણ લાંબા સમયસુધી યુવાન અને મસ્ત રહે છે. એક કપ કિવિમાંથી 164 મિલીગ્રામ વિટામિન મળે છે કે જેની માત્રા એક સંતરા કરતા પણ વધુ છે.

ડાયાબિટીઝ

કિવિ ખાવાના કારણે લોહીમાં ગ્લૂકોઝ વધતું નથી અને તેના કારણે ડાયાબિટીઝ, હાર્ટ સંબંધિત બીમારીઓ અને શરીર ઉતારવામાં મદદ મળે છે. આ સિવાય કિવિ ફળમાં કેળા જેટલી માત્રામાં જ પોટેશિયમ પણ જોવા મળે છે. કિવિથી હાડકા અને માંસપેશિયો પણ મજબૂત થાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here