આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો.

સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થાય તો, આખો દિવસ તમે તાજગી અને અને હળવાશ અનુભવો છો. જો કે, કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જે ક્યારેક ભોજનની ખોટી આદતોને કારણે પણ થાય છે. કબજીયાતના કારણે તમે ઓફિસની જરૂરી મિટિંગ પણ મિસ કરી શકો છો.

આથી આજે અમે તમને કબજીયાત થવાના કારણો, અને તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ. જેનાથી ગમે તેવી કબજીયાત ચપટીમાં ગાયબ થઈ શકે છે અને  માટેની આસામગ્રી તમને તમારા રસોડામાં જ સરળતાથી મળી રહેશે.

સૌપ્રથમ આપણે જાણી લઈએ કબજિયાત થવાના કારણો શું છે.

કબજીયાત થવાના કારણો –

  1. ભોજનમાં ફાયબરનો અભાવ
  2. શરીરમાં પાણીની અછત
  3. ઓછું ચાલવું કે ઓછું કામ કરવું, કોઈ પણ પ્રકારની શારીરિક મહેનત ના કરવી
  4. કેટલીક ખાસ દવાઓનું સેવન કરવું
  5. મોટા આંતરડામાં વાગવાના કારણે(એટલે કે આંતરડામાં કેન્સર)
  6. થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું
  7. કેલ્શિયમ અને પોટેશિયમની અછત
  8. ડાયાબિટિસના દર્દીઓમાં પાચન સંબંધી સમસ્યાના કારણે
  9. ચા, કોફીનું વધુ સેવન કરવાથી, ધ્રૂમપાન કરવાથી કે દારૂ પીવાથી
  10. યોગ્ય સમયે ભોજન ના લેવાથી
કબજિયાત મટાડવા માટેના અદભૂત નુસખા

ગરમ પાણીમાં એક ચમચી આદુંનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.

કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તે પાણી પીવા થી કબજિયાત મટે છે.

પાટીયો ટંકણખાર, મોરથુથું, થોરખરસાણી, લેપાળો, એરંડિયું બધું વાટી નાભી ઉપર લેપ કરવો.

મીંઢી આવળનાં પાન રાત્રે પાણીમાં પલાળી સવારે મસળીને તેમાં ગોળ નાખીને પીવાથી કબજિયાત મટે છે.

હરડે, હિંગ, સૂંઠ, હિમેજ, પીપર, કાકચીયાના મીંજ, સિંધવ ને સંચળનું ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડા નો મળ છૂટો પડી કબજિયાત મટે છે.

નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.

ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોર માં પીવાથી કબજિયાત મટે છે.

રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.

અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત માટે છે.

કાંદાને ગરમ રાખમાં શેકી, રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.

કબજિયાત હોય અને ભૂખ ઓછી લગતી હોય તો સુંઠ, પીપર, જીરું, સિંધાલુણ, કાળા મરી સરખે ભાગે લઇ, બારીક વાટી, ચૂર્ણ બનાવી, બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાંકવાથી કબજિયાત દુર થાય છે.

લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સૂતી વખતે એક બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.

તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઠ મેળવી ફાંકવાથી કબજિયાત મટે છે.

જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાંચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.

દરુડીનું મૂળ, એલચીના ડોડા, અને સાકાર વાટીને પીવાથી કબજિયાત મટે છે.

કિવિ ખાવાના છે અનેક ફાયદા, ઘણાં પ્રકારના વિટામિન્સ અને પોષકતત્ત્વોથી છે ભરપૂર….જાણો અહીં

ગુલાબના ફૂલ, એલચીના ફોતરા, આખી એરંડી, ધાણા _ આ બધું રાત્રે પલાળી સવારે મસળીને તે પાણી ગાળીને પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

નસોતર અથવા ઈન્દ્રાવરણીના મૂળને વાટી તેમાં ખાંડ નાખી ગરમ પાણી સાથે પીવું.

થોરના મૂળની છાલને વાટી નાગરવેલના પાનમાં ખાવી.

ઇન્દ્રજવ, સંચળ, મીંઢી આવળ, હિમેજનું ચૂર્ણ ગરમ પાણી સાથે રોજ ફાકવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here