‘આમ કે આમ ગુટલીઓ કે ભી દામ’ કહેવત તમે સાંભળી તો હશે પરંતુ આ કહેવતને એક પ્રતિભાશાળી પશુપાલકે સાર્થક કરી છે. આણંદના ઝારોલા ગામના જયેશ પટેલ કે જેઓ દૂધની સાથે સાથે પશુઓનું ગોબર વેચી વર્ષે અઢળક કમાણી કરી રહ્યાં છે. જયેશ પટેલ આમ તો ગ્રેજ્યુએટ થયેલા છે. પરંતુ તેમણે નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. શરૂઆતમાં પાંચ ગાય ખરીદી તેમણે તબેલો શરૂ કર્યો અને આજે તેમની પાસે 50થી વધુ ગાય છે.

પશુપાલન કરતા દરેક પશુપાલકને હંમેશા બે ચિંતા પરેશાન કરતી હયો છે. એક તો એના ઘાસચારાની અને બીજી જે સૌથી વધુ અને કંટાળાજનક ગોબર (છાણ)ની સમસ્યા છે. ગામ હોય ત્યાં ઉકરડા નજરે પડતા હોય છે અને પશુપાલોકો આ ગોબરને વર્ષ દરમિયાન ભેગું કરીને વેંચતા હોય છે. આ ગોબર ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. પરંતુ જયેશ ભાઇ પટેલને કંઇક અનોખો વિચાર આવ્યો અને એમણે શોધ્યું એક એવું મશીન કે જે પશુ ગોબરને ગણતરીની મિનિટોમાં જ પાવડર બનાવી દે છે.

જયેશભાઇ પટેલ કામથી આણંદ ગયા હતા અને તેઓ અમુલ ડેરી નજીક ઉભેલા એક જ્યુસની લારી પર જ્યુસ પીવા ઉભા રહ્યાં હતા. હાથથી જ્યુસ કાઢવાનું મશીન તેમણે ધ્યાનથી જોયું અને તેમની બત્તી ઝબકી હતી. તેઓએ ઘરે આવી આ વિષય પર સંશોધન શરૂ કર્યું અને આજે તેમણે આ મશીન વિકસાવ્યું છે. જે દરેક પશુપાલક માટે ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે છે. ગોબરમાંથી કેવી રીતે અઢળક કમાણી થયા એ સવાલ જરૂર ઉભો થયા. મોટાભાગના પશુપાલકો પશુ ગોબરનો ઉકરડો બનાવતા હોય છે અને વર્ષના અંતે તેને વેંચતા હોય છે. હાલ 1 ટ્રેલર ગોબરના રૂપિયા 1 હજાર પશુપાલોકને મળે છે. પરંતુ ઝારોલાના જયેશ પટેલે ટેક્નોલોજીનો ઉપયોગથી ગોબરને ડ્રાય બનાવી તેની ઓર્ગેનિક ખાતરની બેગો બનાવીને વેચે છે. સાથે સાથે અગરબત્તી, ધૂપ, કુંડા, કિચન નર્શરી સહીતના ઉપયોગમાં આ પાઉડર ગોબરનો ઉપયોગ કરી અઢળક કમાણી કરી રહ્યાં છે.

જયેશ પટેલ દ્વારા વિકસાવેલ આ ટેક્નોલોજીને નિહાળવા રાજ્ય સહિત રાજ્ય બહારના પશુપાલોક અને ડેરી ફાર્મ સાથે સંકળાયેલા લોકો દરરોજ મુલાકાતે આવે છે. તેમની આ ટેકનોલોજીથી પ્રભાવિત થઇ આ દિશામાં પોતે પણ આગળ વધવા પ્રયત્ન કરે છે. ખરેખર આ ટેક્નોલોજીને જો ડેરી ફાર્મ અને પશુપાલકો દ્વારા એક ગોબર બેંક બનાવી અપનાવવામાં આવે તો દૂધમાંથી તો પૈસા મળે જ પરંતુ પશુ ગોબરમાંથી પણ એક આવકનો સ્ત્રોત ઉભો કરી શકે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here