જામફળ ના પ્રગતિશીલ ખેડૂત

હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે જિલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે, તેમજ અવનવા પ્રયોગ કરીને ખેતીમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવક મેળવે છે, જે હાલમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી દશ વિઘા જમીનમાં એક કિલોના જમ્બો જામફળ નુ ખેડૂતોએ વાવેતર કર્યુ છે, જેની દેશના અન્ય રાજ્યોમાં ખૂબ જ સારા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ જમ્બો જામફળ ના વાવેતર વળ્યા છે.

હળવદ પંથકમાં ખેતી ક્ષેત્રે ખેડૂતો અવનવા પ્રયોગ કરી ખેડૂતો સારા પ્રમાણમાં આવક મેળવે છે, જેમાં હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઈ સવજીભાઈ કાચરોલાએ ૧૦ વિઘા જમીનમાં જામફળનુ વાવેતર એક કિલોનુ ઓર્ગેનિક પધ્ધતિથી વાવેતર કર્યુ છે. આ જમ્બો જામફળના વાવેતર કરીને ઓર્ગેનિક પદ્ધતિના ઉપયોગથી ખેતીનો નવો પ્રયોગ કરીને અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.

એક કિલોના જમ્બો જામફળ નુ વાવેતર બે વર્ષ પહેલાં કર્યુ હતુ અને હાલ શિયાળામાં જામફળનુ ઉત્પાદન થતા આ ખેડૂત ગુજરાતના અમદાવાદ , વડોદરા , રાજકોટ સહિત અન્ય રાજ્યો મહારાષ્ટ્ર , રાજસ્થાનમાં મોકલી રહ્યા છે. આ જમ્બો જામફળની ભારે માંગ હોવાથી સારા ભાવ પણ મળે છે. એક કિલોના 100 થી 150 રૂપિયાના ભાવ મળે છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં અન્ય વાવેતર કરતા જમ્બો જામફળના વાવેતર તરફ વળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here