આવા ઉમદા કર્યો કરી પોતાની કમાણી યોગ્ય જગ્યા એ વાપરી ને ખેડૂત સમાજ નું નામ રોશન કર્યું છે એ કિસાન પુત્ર ની નામના વધારવા આ પોસ્ટ અવશ્ય શેર કરીશું અને વાંચીશું. ખેતી પ્રધાન ભારત ના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતી માંથી સારી એવી કમાણી કરતા થયા છે કેટલાય ખેડૂતો એ ખેતપેદાશો ને પ્રોસેસિંગ સાથે માર્કેટ માં મુકીને બિઝનેશ શરુ કાર્ય છે આવા જ જૂનાગઢ જીલ્લા ના કેશોદ ના  પટેલ ખેડૂત હરસુખભાઈ ડોબરિયા એ પરમ્પરાગત જૂની ખેતી ને આધુનિકતા સાથે સાંકળી ને નવો રસ્તો કંડાર્યો છે હરસુખભાઈ એ ઓછી મહેનત અને નજીવા ખર્ચે થતી ખેતી ને લાખો ના વ્યવસાય માં બદલી લીધી છે.

પરિવાર નું ભારણ પોષણ કરતા હરસુખભાઈ ડોબરિયા

એક સમયે હીરા ઘસીને પોતાના પરિવાર નું ભારણ પોષણ કરતા હરસુખભાઈ ડોબરિયા આજે કડવા કોઠીબા ની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે પોતાની પાંચ વિઘા જમીન માં કોઠીબની ખેતી કરીને કાતરી નો વ્યવસાય શરુકારીને આ ખેડૂતે આજે પોતાની પ્રોડક્ટ ગુજરાત મુંબઈ સહિત ૨૦ દેશોમાં પહોચાડી છે એટલુજ નહિ પોતાની સાથે અન્ય ખેડૂતોને પણ પડતર જમીન માંથી પૈસા મળી રહે છે તે માટે કોઠીબાની લ્ખેતી કરાવે છે પરિવાર ના સભ્યો પણ હરસુખભાઈ ને સપોર્ટ કરી તેમની  સાથે જોડાયા છે.

ભૂખ્યાને ભોજન આપવાનું સુત્ર સાર્થક કરતા અન્નક્ષેત્રો તો ઠેર ઠેર ચાલતા હોય છે પરંતુ કેશોદના એક પ્રકૃતિપ્રેમી પોપટ અને ચકલીઓ માટેનું સદાવ્રત ચલાવી રહ્યા છે. વર્ષે દહાડે દોઢેક લાખ રૂપિયાની રકમ તેઓ આ પ્રવૃત્તિ માટે ખર્ચી નાખે છે. ખાસ કરીને ચોમાસાનો સમય હોય ત્યારે સાંજ પડતા જ બે હજાર જેટલા પોપટ આસપાસના પંથકમાંથી અહી દાણા ખાવા માટે આવી પહોંચે છે.

harsukhbhai-dobariya

સૃષ્ટિ નામની સંસ્થા દ્વારા અપાતા એવોર્ડ માટે પસંદગી પામેલા કેશોદના હરસુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા દોઢેક દશકાથી કંઈક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. આસપાસના ૬૦ કિ.મી. જેટલા વિસ્તારમાંથી તેઓના આંગણે આંતરડી ઠારવા માટે પોપટ અને ચકલા દરરોજ આવી પહોંચે છે.

વરસાદી માહોલમાં જ્યારે પક્ષીઓને ખાવાનું ન મળે ત્યારે હરસુખભાઈનું આ સદાવ્રત મહત્વનું બની જાય છે. પક્ષીઓને ભોજન કરવા માટે તેમણે  ખાસ સ્ટેન્ડ બનાવ્યું છે જેમાં બાજરીના ડૂંડા સીધા જ ભરાવી દે છે. આ વ્યવસ્થાના કારણે પક્ષીઓની જાણે કે પંગત પડતી હોય તેવો માહોલ અહી રચાય છે.

ગુણોનો ભંડાર છે ટેટી, ટેટીના ફાયદા વિશે જાણીને તમે દરરોજ ટેટી ખાવાનું કરી દેશો ચાલું

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here