પ્રાંતિજમાં ગુરુવારે સવારે ખેડૂતો દ્વારા લોન માફી, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવ સહિતના મુદ્દાઅોને લઇને ખેડૂતોના માધ્યમથી કોંગ્રેસ દ્વારા ત્રણ ટ્રેક્ટર કોબીજ રોડ પર ફેંકીને પ્રતિકાત્મક વિરોધ નોંધાઇ રહ્યો છે. વિરોધની જાણ હોવા જતાં પોલીસ ખેડૂતોને અટકાવી શકી ન હતી. પોલીસે વિરોધ કરી રહેલા 9 વ્યક્તિઓની અટકાયત કરી હતી.

પ્રાંતિજમાંથી પસાર થતાં નેશનલ હાઈવે આઠ પર ત્રણ રસ્તા ખાતે અને પોગલુ ગામ જવાના પાટિયા ખાતે ખેડૂતો દ્વારા રોડ પર ટ્રેક્ટરો ભરીને શાકભાજી ઠાલવવામાં આવી હતી. નેશનલ હાઈવે આઠ ઉપર શાકભાજી ટ્રેક્ટર દ્વારા ઠાલવવામાં આવતાં રોડ ઉપર શાકભાજીનું આખુ લેયર પથરાઇ ગયુ હતુ અને ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી. જોકે,તંત્રને વિરોધ કરાશે તેની જાણ હોવાથી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં ખેડૂતો દ્વારા પોલીસને થાપ આપી ટ્રેક્ટર – ટ્રેલર દ્વારા રોડની વચ્ચે શાકભાજીના ઢગ કરવામાં આવ્યાં હતાં.

તંત્ર તથા પોલીસ દ્વારા રોડ ઉપર ફેંકેલ શાકભાજી દૂર કરવાં તથા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે દસેક મિનિટ સુધી હાઇવે પર અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન અંતર્ગત પોલીસ દ્વારા અનીલ કુમાર અંબાલાલ પટેલ, સંજયભાઇ લાલાભાઈ પટેલ, પ્રજેશભાઇ દીલીપભાઇ પટેલ, આઝાદભાઇ મુકેશભાઇ પટેલ,નીખીલભાઇ ચીનુભાઈ પટેલ, સુભાષ ભાઇ મણીભાઈ પટેલ, વિષ્ણુભાઇ શંકરભાઇ પટેલ, ભાવેશ કુમાર સુધીરભાઇ પટેલ, ભાવેશ કુમાર સુધીરભાઇ પટેલ સહિતની પોલીસે અટકાયત હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here