જુલાઇના પ્રથમ અઠવાડીયામાં મગ અથવા ચોળીને 90 સેમી અંતરે વાવી આંતરપાક તરીકે વરિયાળીનું વાવેતર 1 : 1 ના પ્રમાણમાં કરવું.

જમીન અને આબોહવા

જુદા જુદા પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક ને અનુકૂળ છે. લાંબા ક્યારામાં ભેજ લાંબો સમય સુધી રહે છે, આ સમયે જો ઝાકળ કે વાદળછાયું વાતાવરણ રહે તો કાળિયો રોગ ચોક્કસ આવે છે.

રોપણી

40 થી 45 દિવસના અને 25 થી 30 સેમી ઊંચાઈ ના ધરૂ રોપણી લાયક ગણાય છે. રોપણી ના આગલા દિવસે ધરૂવાડિયામાં પિયત આપવું. ચોમાસુ પાકની રોપણી જમીનની ફળદ્રુપતા અનુસાર પૂર્વ પશ્ચિમ દિશામાં બે હાર વચ્ચે 90 થી 120 સેમી અને બે છોડ વચ્ચે 60 સેમી અંતર રાખી 15 મી ઓગસ્ટ આસપાસ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે સાંજના સમયે કરવી. શિયાળુ પાકની વાવણી 15 મી ઓક્ટોબર આસપાસ 45 x 10 સેમી અંતરે કરવી પણ મધ્યમ કાળી જમીનમાં 60 થી 90 સેમી અંતર રાખવું જરૂરી છે. રોપણી ના 8 થી 10 દિવસ પછી ગામાં પુરાવા. રોપણી બાદ વરસાદ ન હોય તો તરત જ પિયત આપવું.

જમીનની તૈયારી
  • ધરૂવાડિયા માટે પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપવા દેવી.
  • મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવું. વરાપ થયા બાદ જમીનને આડી-ઊભી બે ત્રણ વખત ખેડવી.
  • જમીન ઉપર ઘઉનું ભૂસું કે કચરૂ અથવા નકામું ઘાસ પાથરી 15 સેમી જેટલો થર બનાવવો અને થરને પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધે તાપે, આને રાબિંગ કહેવામા આવે છે. રાબિંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય.
  • સોઇલ સોલેરાઇઝેશન માટે કાળા રંગના પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને ક્યારાના માપ પ્રમાણે 10 થી 20 દિવસ સુધી 75 થી 100 માઈક્રોન પ્લાસ્ટિક ઢાંકી રાખવું. પ્લાસ્ટિકની કિનારીને માટી વડે દબાવી દેવી જેથી જમીનમાનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટિકના અંદરના ભાગે સંગ્રહિત થશે આથી જમીનમાં રહેલા ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનો નાશ થશે.
  • ત્યારબાદ જરૂરિયાત મુજબ બે થી ત્રણ આડી ઊભી ખેડ કરવી, ઢેફા ભાંગી સમાર મારી જમીન સમતલ કરવી.

જાતો

સારા ઉત્પાદન માટે ગુજરાત વરિયાળી – 2, ગુજરાત વરિયાળી – 11 અથવા ગુજરાત વરિયાળી – 12 પસંદ કરવી. ગુજરાત વરિયાળી – 2 જાત 159 દિવસે પાકે છે અને 1940 કિલો/ હેક્ટર ઉત્પાદન આપે છે. ગુજરાત વરિયાળી 12 જાત 201 દિવસે પાકે છે અને તે સરેરાશ 2588 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે. ગુજરાત વરિયાળી 11 જાત 150 થી 160 દિવસે પાકે છે અને 2489 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે.

બીજમાવજત

કાળિયા રોગના આગોતરા નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો @2.5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.

પિયત

પ્રથમ પિયત બાદ બીજું પિયત વાવણીના 3 થી 4 દિવસે આપવું. ત્યારબાદ એકાતરા દિવસે સાંજે પિયત આપવું. સારા વિકાસ માટે વરસાદ બંધ થયા બાદ જમીનની પ્રત અને હવામાન મુજબ 15 થી 20 દિવસના અંતરે 8 થી 10 પિયત આપવા. કાળિયો અને સાકરિયો ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરીમાં જોવા મળે છે. આ સમયે પાણી ની અછત વર્તાય તો હળવું પિયત આપવું. પાકની કટોકટી ની અવસ્થા ચક્કર બેસવા અને દાણા વિકાસ અવસ્થાએ અવશ્ય પિયત આપવું. દક્ષિણ ગુજરાત ની ભારે કાળી જમીન માં ઓક્ટોમ્બર થી જાન્યુઆરી સુધી 20 દિવસના અંતરે અને ફેબ્રુઆરીમાં 15 દિવસ ના અંતરે 60 મીમી ઊંડાઈ ના કુલ 9 પિયત આપવા. ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વરિયાળીને જોડિયા હાર પદ્ધતિથી (50 સમી x 50 સેમી x 1 મીટર) ફેરરોપણી કરી 4 લિટર/કલાક ના દરે ટપક સિંચાઇ પદ્ધતિથી ઓક્ટોમ્બર થી ડિસેમ્બર દરમિયાન 3 કલાક જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરી માં 4 કલાક ચલાવવી.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here