જાણીતા અભિનેતા દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થઇ ગયું છે. તેઓ 79 વર્ષના હતા અને વધતી ઉંમરના કારણે મુશ્કેલીઓથી પીડાઇ રહ્યા હતા. બુધવારે સવારે જ એમને અંતિમ શ્વાસ લીધા, આજે બપોરે સાડા ત્રણ વાગ્યે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વધતી જતી ઉંમરમાં થનાર બિમારીઓના લીધે મૃત્યું થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિનયાર ‘ખિલાડી’, ‘દરાર’, ‘બાદશાહ’ ‘બાઝીગર’ અને ’36 ચાઇના ટાઉન” જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળ્યા હતા.

કેટલીય હિટ ફિલ્મોમાં એ કામ કરી ચૂક્યાં છે તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ એ રોલ અદા કરી ચૂક્યાં છે. તે મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.

આ ઉપરાંત દિનયાર નાના પડદાના પણ પોપ્યુલર સ્ટાર્સમાંથી એક હતા. તેમણે ઘણા પોપ્યુલર ટીવી શોમાં પણ કામ કર્યું. દિનયારની અભિનય કેરિયરની વાત કરીએ તો શરૂઆતમાં થિયેટર આર્ટિસ્ટના રૂપમાં કરી હતી. તે ગુજરાતી અને હિંદી પ્લેમાં મોટાભાગે કામ કર્યું હતું.

એનાં કરૂણ મોત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક ફોટો શેર કરીને ટ્વિટ કર્યું કે પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો લાઈક કરી બીજાને પણ શેર કરો.આવી જ નવી નવી પોસ્ટ જોવા માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here