કાળા રંગના ગુલાબ ? સાંભળીને તમે પણ ચોંકી જોશો. સામાન્ય રીતે આપણે લાલ, ગુલાબી, પીળા વગેરે રંગના ગુલાબ જોયા હશે. દુનિયામાં ગુલાબનાં ઘણાં પ્રકારનો છે અને અમુક રંગનાં ગુલાબ અમુક પ્રકારનાં સંબંધો માટેં ખાસ માનવામાં આવે છે. જ્યારે પણ વાત ‘ગુલાબ’ની કરવામાં આવે, પ્રેમ નામનો ગુલાબી શબ્દ આપોઆપ તેની સાથે જોડાઈ જતો હોય છે. ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

જો તમે કોઈને ગુલાબ આપો, તો તેનો અર્થ થાય છે તમને તે વ્યક્તિ માટે પ્રેમ છે. દુનિયામાં ગુલાબનાં ઘણાં પ્રકારનો છે અને અમુક રંગનાં ગુલાબ અમુક પ્રકારનાં સંબંધો માટેં ખાસ માનવામાં આવે છે. જેમ કે લાલ ગુલાબ પ્રેમ માટે, પીળું ગુલાબ દોસ્તી માટે.

કાળા ગુલાબ ટર્કી ઉર્ફ તુર્કી માં ઉગે છે. જો તમને ક્યારેક તૂર્કીમાં જવાનું થાય અને તે સમય ઉનાળાનો હોય, દુનિયાના આ સૌથી દુર્લભ ગણાતા કાળા ગુલાબો જોવાનું ભૂલતા નહીં.હવે તમે એમ કહેશો કે કાળું ગુલાબ તો ક્યાંય હોતું હશે. પણ આ વાત સત્ય હકીકત છે.

‘તૂર્કિસ હાલ્ફેતી રોઝ’ ને (turkish halfeti rose) દુનિયાના સૌથી દુર્લભ ગુલાબ ગણવામાં આવે છે. આ ગુલાબનો કાળો રંગજોઈને તમને એવું જ થાય કે નક્કી તેને કોઈએ રંગ કર્યો હશે, પણ તેમાં રંગો પૂરનારો કૂદરત પોતે છે, એટલે કે તેનો કાળો રંગ કૂદરતી છે. આ બ્લેક ગુલાબ અહીંની આગવી ઓળખ છે. આ ગુલાબ તદ્દન બ્લેક દેખાય છે, અને તેનો કાળો રંગ પણ ગાઠ છે.

આ ફૂલ હાલ્ફેતીના નાનકડા તૂર્કિશ ગામમાં જોવા મળે છે. આવું યૂનિક અને દુર્લભ ફૂલ આપનાર નાનકડાં ગામનો ખરેખર આભાર માનવો જોઈએ. આ ગુલાબનો આકાર રેગ્યુલર ગુલાબ જેવો જ છે, પણ આ ગુલાબને અન્ય ગુલાબોથી જૂદો પાડે છે.

અહીંના લોકોનું કહેવું છે કે આ ફૂલ રહસ્ય તેમજ મૃત્યુ અને ખરાબ સમાચાર માટે પણ એક સિમ્બોલ માનવામાં આવે છે. જૂના અને નવા હાલ્ફેતી વચ્ચેના નાનકડા વિસ્તારમાં આ સુંદર કાળા ગુલાબ પાણીમાં ઉગેલા જોવા મળે છે. અહીનાં સ્થાનિક રહેવાસીઓ આ દુર્લભ ગુલાબોનાં છોડને ઉખાડી, તેને પોતાનાં ઘરનાં આંગણે રોપે છે, પણ અહીંનું વાતાવરણ આ ફૂલોને કઈક જામતું નથી, એટલે તે કરમાઈ જાય છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here