મહેસાણાની એક ખેડૂત મહિલાએ નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને તેમને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.


મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં નવિન પ્રયોગો અને સંઘર્ષમય સફળતા હાંસલ કરનારી દેશની 50 મહિલાઓ પૈકી એમનું પણ સન્માન થયું છે. તેમને દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માન કરાયા છે અને રાજ્ય સરકારે તેમને તાલુકા સહિત જિલ્લા અને રાજ્યના બેસ્ટ મહિલા ખેડૂતનો એવોર્ડ પણ આપી ચુક્યા છે.

સરોજબેન પટેલ આમ તો એમ.એ એફિલ સહિત બી.એડનો આભ્યાસ કરી હાલમાં તેમના ખેતરમાં એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરે છે અને મહેસાણામાં તેમની ખેતીના પાક માટે વેપારી પણ થનગની જાય છે. તાજેતરમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથા સાથે દિલ્હીમાં રિયાલીટી શો યોજાયો હતો. જેમાં પણ 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી ગુજરાતમાં પ્રથમ રહી હતી. મહિલા ખેડૂત તરીકે નામના ધરાવતા સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે.

એક એકરમાં ટપક પદ્ધતિથી ખીરા કાકડીના વાવેતરમાં દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કર્યું છે. અત્યારે જમીનમાં રોગ આવતાં તેમના જાત અનુભવ થકી કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. સરોજબેને એક એકરમાં વાવતેર પછી આ બીજા ઉતારામાં દોઢ ટન કાકડી થઇ છે. કિલોએ રૂ.20 થી 35 સુધી ભાવ મેળવી રહ્યા છે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તેમજ રૂપાલાના હસ્તે એવોર્ડ અર્પણ પણ થયો છે.

એક તરફ આજે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી ગયા છે તેવામાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજ બેન મહિલા ખેડૂતની નામના મેળવીને સમાજને એક નવો ચીલો આપી રહ્યા છે. બીજી તરફ વર્ષે 5 લાખ કરતા વધુની આવક મેળવીને એક નવો રાહ બીજી મહિલા ને આપી રહ્યા છે.

રોજના બજારભાવ અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here