મિત્રો રસોઇ ઘરની અંદર એવી ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે જેના દ્વારા નાની-મોટી બીમારી ને ઝટપટ દૂર કરી શકાય છે. રસોઈ ઘરમાં મળી આવતી આવી જ એક સર્વસામાન્ય વસ્તુ છે કસૂરી મેથી. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદની અંદર કસૂરી મેથી ને સૌથી ઉત્તમ ઔષધી માનવામાં આવ્યું છે. કારણકે તેના સેવન માત્રથી અનેક પ્રકારની બીમારીઓ માંથી છુટકારો મેળવી શકાય છે. ખાસ કરીને સ્ત્રી રોગમાં આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક થાય છે. તો ચાલો જાણીએ કસૂરી મેથીના ફાયદાઓ.

ઇન્ફેક્શનથી બચવા
ખાસ કરીને મહિલાઓને પેટને લગતા ઘણા બધા ઇન્ફેક્શન થતાં હોય છે. આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે કસૂરી મેથી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેના સેવન માત્રથી હદય અને પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. પેટની દરેક સમસ્યા માટે કસૂરી મેથીના પાનને સૂકવીને તેમાં લીંબુનો રસ ભેળવી ઉકાળ્યા બાદ તેને પાણી સાથે પીવાથી પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

ગર્ભાવસ્થા બાદ થતા ફાયદા
ઘણી વખત ગર્ભાવસ્થા બાદ એટલે કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય છે ત્યાર પછી માતા બાળક માટે પૂરતું દૂધ બનાવી શકતી નથી. પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા બાદ કસૂરી મેથી અને સેવન કરશે તો સ્તનનું દૂધ વધવા લાગશે તેનાથી બાળકને પણ પુરતું પોષણ મળી રહેશે.

હોર્મોન્સમાં બદલાવને કંટ્રોલ કરવા
જેમ વ્યક્તિનું જીવન બદલાય છે તેવી જ રીતે હોર્મોન્સ માં પણ વિવિધ પ્રકારના બદલાવ થતા હોય છે. મોટાભાગે આ બદલાવ મહિલાઓમાં વધારે જોવા મળે છે. જેના કારણે મહિલાઓના શરીરમાં પણ વારંવાર બદલાવ જોવા મળે છે. આ બદલાવ માં થતો ફેરફાર ને રોકવા માટે કસૂરી મેથી નું સેવન કરવું જોઈએ.

આર્યન ની કમી ઘટાડવા માટે

મિત્રો એનેમિયા ના રોગની વાત કરવામાં આવે તો ભારતની અંદર ૧૦૦ માંથી ૮૦ સ્ત્રીઓમાં એનેમિયા ની સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મહિલાઓએ કસૂરી મેથી નું સેવન કરવું જોઈએ. કારણકે તેની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે. જે શરીરમાં લોહી બનાવવાનું કાર્ય કરે છે અને લોહીની ઉણપને દુર કરે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here