દરેક રસોડામાં, દરેક શાકમાં, દરેક સલાડમાં વગેરેમાં ઉપયોગ થનાર ડુંગળી. આજે અમે તમને જણાવાના છે કે ડુંગળી તમે કેવી રીતે તમારા ઘરમાં ઉગાડી શકો છો. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ડુંગળીને ઉગાવવા માટે લોકો આખી ડુંગળી લગાવી દે છે. તમે આવી રીતે પણ કરી શકો છો પણ આજે અમે તમને તેના કરતા પણ સારી રીતે જણાવાના છીએ. આજે અમે તમને જણાવીશું કે ડુંગળીના જે છાલ જે આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ, તેના દ્વારા ડુંગળી ઉગાડતા જણાવીશું.

સૌથી પહેલા એક ડુંગળી લઇ લેવાની છે. હવે તેના બે ભાગ હોય છે ઉપરનો જેમાં મૂળ હોય છે અને નીચેનો. તમારે સૌથી પહેલા તેના ઉપરનો ભાગથી લગભગ 20 ટકા ડુંગળી કાપી નાખવાની છે.

હવે જે નીચેની બચેલી ડુંગળી છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. અને બાકીનો જે ઉપરનો ભાગ હોય તે ને સારી રીતે સાફ કરી લેવાની છે. હવે એક કુંડી લેવાની છે અને તેમાં માટી ભરવાની છે.

હવે આ ડુંગળી ભાગને વધારે નીચે ન નાખતા થોડી માટી દૂર કરી જે કાપેલો ભાગ છે તે ઉપર રાખવાનો છે. હવે તેની ચારો તરફ માટી લેયર બનાવી દેવાની છે. જેથી તે દેખાય નહિ.

તમે ઈચ્છો તો તમે એક દિવસ પહેલા ડુંગળીને કાપીને પાણીમાં મૂકી શકો છો અને બીજા દિવસે તેને કુંડીમાં લગાવી દેજો. હવે તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે.

તમને 4-5 દિવસમાં જ નાના છોડ દેખાવા લાગશે. જો તમે પહેલા કોઈ નાના પ્લાસ્ટિકના ગ્લાસ વગેરેમાં કરો છો, તો પણ કરી શકો છો, પણ 20 દિવસ પછી તમને છોડ વધારે મોટો થઇ ગયો હશે એટલે તેને 20 દિવસ પછી મોટા કુંડમાં મૂકી શકો છો.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here