ભગવાન શ્રીકૃષ્ણ ભાલકામાં પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. ત્યારે જરાનામના ભીલને દૂરથી એમ લાગ્યું કે કોઈ મૃગ છે. આથી તેણે બાણ છોડ્યું. આ તીર ભગવાનના ડાબા પગના તળિયામાં લાગ્યું.

જ્યારે પારધી શિકાર લેવા માટે આવે છે ત્યારે તેણે જોયું કે ભગવાનને તીર વાગ્યું છે. તેથી ભીલે માફી માગી. ભગવાને ભીલને કહ્યું આમાં તારો કશો વાંકદોષ નથી.અમારા બધા યાદવકુળનો નાશ થયો છે, અંતે હું પણ યાદવ છું તેથી મારો પણ નાશ થયો છે.

હે ભીલ, તને ખ્યાલ નથી કે હું કોણ છું. તું આગલા જન્મમાં રામ અવતારમાં વાલી હતો ત્યારે મેં તને મારેલો હતો. ત્યારે તેં મને કહ્યું હતું કે “મેં વેરી સુગ્રીવ પ્યારા કૌન કારણ નાથ મુજ મારા.” ત્યારે મેં કહ્યું હતું કે કૃષ્ણ અવતારમાં બદલો આપીશ. જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે. આવું કહી તેણે પારધીને માફ કરી દીધો. ભગવાન સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યારથી આ જગ્યા ભાલકાતીર્થ તરીકે ઓળખાય છે.

જગતના પાલનહાર શ્રી કૃષ્ણએ પોતાના અંતિમ શ્વાસ અહીં છોડ્યા આને કારણે આ સ્થળને ભાલકાતીર્થ તરીકે ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here